October 9th 2021

પવિત્ર નોરતા

 Photos: Navratri-2021 Navratri Is Starting Today, Know About Maa Durga All Nine Forms And Its Worship | Navratri 2021: આજથી નવરાત્રી શરૂ, જાણો કયા નોરતે માં દુર્ગાના કયા સ્વરૂપની કરાય છે પૂજા ...
.            .પવિત્ર નોરતા

તાઃ૯/૧૦/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પવિત્રકૃપા મળી દુર્ગામાતાની હિંદુધર્મમાં,જે પવિત્રતહેવારમાં નવરાત્રી આપી જાય
માતાનો પવિત્રપ્રેમ મળે ભક્તોને,એ સમયે દાંડીયા રાસસંગે તાલીએ ગરબા કરાય
.....એજ પવિત્રકૃપા ચંંદ્રઘંટા માતાની,જે નવરાત્રીના ત્રીજા નોરતે ભક્તોને રમાડી જાય.
જગતમાં હિંદુધર્મની પવિત્રભક્તિજ્યોત છે,જે મળેલદેહને પવિત્રજીવન આપી જાય
પરમાત્માએ ભારતદેશમાં દેવદેવીઓથી જન્મ લીધો,જે પવિત્ર ધર્મથીજ જન્મીજાય
અનેકદેહથી હિંદુધર્મને પવિત્ર કર્યો,જે ભક્તોને પ્રેરણા મળતા ધુપદીપથી પુંજાથાય
અનેક પવિત્ર તહેવારો મળેલમાનવદેહને,ભારતની ભુમીથીજ પરમાત્મા આપી જાય
.....એજ પવિત્રકૃપા ચંંદ્રઘંટા માતાની,જે નવરાત્રીના ત્રીજા નોરતે ભક્તોને રમાડી જાય.
શ્રધ્ધારાખીને ગરબેધુમતા ભક્તો.માતાના પવિત્રદેહને પવિત્રતહેવારમાં બોલાવીજાય
નવરાત્રીના નવદીવસમાં માતાને વંદન કરતા,ભક્તોપર અનેકદેહથી કૃપા મળી જાય
પવિત્ર હિંદુધર્મ માનવદેહને મળ્યો,જે ભારતદેશપર પરમાત્માની પવિત્રકૃપાએમેળવાય
દુનીયામાં ભારતીયોજ હિંદુધર્મને,શ્રધ્ધાભક્તિએ પુંજાકરતા જગતમાં ઓળખાવી જાય 
.....એજ પવિત્રકૃપા ચંંદ્રઘંટા માતાની,જે નવરાત્રીના ત્રીજા નોરતે ભક્તોને રમાડી જાય.
####################################################################@@

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment