October 12th 2021
. .પવિત્રકૃપા નવદુર્ગાની
તાઃ૧૨/૧૦/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્ર હિંદુતહેવાર ભારતમાં,જે દુર્ગામાતાની કૃપાએ નવરાત્રી આપી જાય
દુર્ગામાતાના નવ સ્વરૂપની પુંજા કરાય,સાથે ગરબારાસ રમીને વંદનકરાય
....આ પવિત્રતહેવારમાં ભક્તોને,માતાની કૃપામળૅ જ્યાં ભક્તો તહેવાર ઉજવી જાય.
માતાને રાજી કરવા પવિત્ર ભાવનાથી,તાલી પાડીને ગરબારમતા ખુશથાય
દાંડીયા રાસથી માતાને રાજી કરવા,નવરાત્રીના તહેવારને પવિત્ર કરી જાય
તાલી પાડીને ગરબે ઘુમતા ક્ર્પા મળૅ,જે ભક્તિથી નવદુર્ગામાતા રાજી થાય
મળે પવિત્રઆશિર્વાદ માતાના ભક્તોને,જે જીવને મળેલદેહને પાવનકરીજાય
....આ પવિત્રતહેવારમાં ભક્તોને,માતાની કૃપામળૅ જ્યાં ભક્તો તહેવાર ઉજવી જાય.
પવિત્રકૃપા માતાનીમળે માનવદેહને,જીવનમાં પવિત્રકર્મની પ્રેરંણા આપીજાય
હિંદુધર્મને ભારતદેશથી પ્રસરાવ્યો દુનીયામાં,જે સમયે પવિત્રતહેવારમળીજાય
ગરબે રમતા ભક્તો દાંડીયારાસ વગાડી,તાલી પાડીને માતાને રાજી કરીજાય
પાવનરાહે જીવન જીવતા પરમાત્માની કૃપામળે,એ પવિત્રતહેવાર આપી જાય
....આ પવિત્રતહેવારમાં ભક્તોને,માતાની કૃપામળૅ જ્યાં ભક્તો તહેવાર ઉજવી જાય.
====================================================================
No comments yet.