January 2nd 2022

ભજનની સાથે ભક્તિ

ભક્તિ એટલે શુ ? | Webdunia Gujarati

.                       .ભજનની સાથે ભક્તિ

તાઃ૨/૧/૨૦૨૨                                    પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પરમાત્માની પવિત્રકૃપા મળે મળેલદેહને,જે શ્રધ્ધાથી ભક્તિ કરી જાય
પવિત્ર પાવનપ્રેમ જીવનમાં મળતા,નાકોઇજ તકલીફ દેહને અડી જાય
.....એજ ભગવાનની કૃપા કહેવાય,જે માનવીને જીવવાની રાહ બતાવી જાય.
જીવને માનવદેહ મળે એજ પવિત્રકૃપા,અવનીપર આગમન આપી જાય
જગતમાં પરમાત્માના દેહની પુંજા કરાય,જે સમયસાથે જીવને લઈ જાય
ગતજન્મના દેહથી થયેલકર્મથીજ જીવને સંબંધમળે,જે જન્મમરણદઈજાય
માનવદેહ એ પરમાત્માની કૃપાએ મળે,જે જીવના દેહને સમયે સમજાય
.....એજ ભગવાનની કૃપા કહેવાય,જે માનવીને જીવવાની રાહ બતાવી જાય.
અદભુતલીલા જગતમાં પરમાત્માની,જે સમયની સાથે મળેલદેહને લઈજાય
જગતમાં પવિત્ર હિંદુધર્મ છે,જે ભારતમાં પ્રભુએ જન્મથી દેહલઈ પ્રેરીજાય
અનેકદેહથી જન્મ લઈ પરમાત્મા,જગતમાં માનવદેહપરજ કૃપા કરી જાય
જીવનમાં શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપ કરી ભજન સાથે જ ભક્તિ પણ કરાય
.....એજ ભગવાનની કૃપા કહેવાય,જે માનવીને જીવવાની રાહ બતાવી જાય.
===============================================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment