January 5th 2022
++
++
. .પરમકૃપાળુ લક્ષ્મીમાતા
તાઃ૫/૧/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
હિંદુધર્મની પવિત્રરાહ અવનીપર,જેમાં પરમાત્મા અનેકદેહથી જન્મી જાય
શ્રધ્ધારાખીને ભગવાનની ઘરમાં પુંજા કરતા,પ્રભુની પરમકૃપા મળી જાય
.....જે જન્મથી મળેલ માનવદેહપર કૃપા થતા,જીવનમાં પવિત્ર સુખ મળી જાય.
પવિત્રકૃપાએ લક્ષ્મીમાતાનો જીવનમાં પ્રેમ મળે,જ્યાં શ્રધ્ધાથી પુંજા કરાય
પરમકૃપાળુમાતા હિંદુધર્મમાં ઓળખાય,જે વિષ્ણુભગવાનના પત્નીકહેવાય
માતાની પવિત્ર પ્રેરણા મળતા ભક્તથી,ઘરમાં ધુપદીપકરીને પુંજન કરાય
જગતમાં આમાતાને ધનલક્ષ્મીમાતા કહેવાય,એભક્તોપર ધનવર્ષા કરીજાય
.....જે જન્મથી મળેલ માનવદેહપર કૃપા થતા,જીવનમાં પવિત્ર સુખ મળી જાય.
અદભુતલીલા માતાની અવનીપર,જે માનવદેહને પવિત્રરાહે જીવવાપ્રેરીજાય
પવિત્ર પરમકૃપાળુ હિંદુધર્મમાં લક્ષ્મીમાતા છે,જે પ્રેરણાથી સુખઆપી જાય
માતાને વંદન કરવા દીવો પ્રગટાવીને,ભક્તિની પવિત્રરાહેજ જીવન જીવાય
કૃપાળુ લક્ષ્મીમાતા જગતમાં,જેમની કૃપાએ વિષ્ણુભગવાનનોપ્રેમ મળી જાય
.....જે જન્મથી મળેલ માનવદેહપર કૃપા થતા,જીવનમાં પવિત્ર સુખ મળી જાય.
%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%
No comments yet.