January 30th 2022
***
**
. કૃપા મળે પવિત્ર
તાઃ૩૦/૧/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રરાહ મળૅ માતાની પવિત્રકૃપાએ,જે કલમની પ્રેરણાકરી જાય
મળેલમાનવદેહને જીવનમાં રાહમળે,થયેલ રચનાથી પ્રેમીમળીજાય
.....એ કલમની કૃપાળુ માતાસરસ્વતીના,આશિર્વાદથી કલમને પકડાય.
જીવને અવનીપર માનવદેહમળે,જે સમયસમજીને ચાલવા લઈજાય
હિંદુધર્મમાં પાવનકૃપા મળેદેહને,જે દેવદેવીઓની પવિત્રકૃપાકહેવાય
ભારતદેશની ધરતીને પાવનકરવા,અનેકદેહથી પ્રભુ જન્મલઈ જાય
કલમ અને કલાની પવિત્રમાતા,ભક્તોપર પવિત્રપ્રેરણા કરતા જાય
.....એ કલમની કૃપાળુ માતાસરસ્વતીના,આશિર્વાદથી કલમને પકડાય.
જગતમાં કલાનીકેડી પારખી,માનવદેહને અનંત આનંદ મળીજાય
માતાની પવિત્રપ્રેરણાથી કલમને પકડાય,જે થયેલરચનાથી દેખાય
અદભુતકૃપાળુ માતા હિંદુધર્મમાં,શ્રધ્ધાથી વંદનકરતા કૃપાકરી જાય
સમયની સાથે ચાલતા મળેલદેહના જીવનમાં,પવિત્રસુખ મળીજાય
.....એ કલમની કૃપાળુ માતાસરસ્વતીના,આશિર્વાદથી કલમને પકડાય.
###########################################################
No comments yet.