January 12th 2022
++
++.
કૃપાળુ પ્રેમ મળે
તાઃ૧૨/૧/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતમાં મળેલ માનવદેહને જીવનમાં,સમયને સમજીને જીવાય
એ કૃપાળુપ્રેમ મળે પરમાત્માનો,જે પવિત્રરાહે જીવને સચવાય
.....એ પવિત્રકૃપા ભગવાનની દેહનેમળતા,જીવનમાં સુખઆપી જાય.
જીવનમાં સમયને નાપકડાય કોઈથી,શ્રધ્ધાથી જીવતા કૃપામળે
માનવદેહ મળે જીવને અવનીપર,એ પવિત્રરાહે જીવન જીવાય
કર્મનોસંબંધ અવનીપર મળેલદેહને,જે ગતજન્મના કર્મથીદેખાય
પવિત્રકૃપા જીવના મળેલ દેહપર થાય,એ પ્રભુનો પ્રેમ કહેવાય
.....એ પવિત્રકૃપા ભગવાનની દેહનેમળતા,જીવનમાં સુખઆપી જાય.
અદભુત કૃપાછે પ્રભુની ધરતીપર,જે અનેકવર્ષોથી મળતી જાય
ભારતની ભુમીને પવિત્રકરી,જ્યાં પ્રભુ અનેકદેહથી જન્મી જાય
શ્રધ્ધારાખીને પરમાત્માની ભક્તિ કરતા,દેહને સુખ મળી જાય
મોહમાયાને દુર રાખીને જીવતા,જીવથી અંતે મુક્તિ મેળવાય
.....એ પવિત્રકૃપા ભગવાનની દેહનેમળતા,જીવનમાં સુખઆપી જાય.
=========================================================
No comments yet.