May 14th 2010

દુશ્મન

                        દુશ્મન

તાઃ૧૪/૫/૨૦૧૦                            પ્રદીપ બ્રહ્મભટ્ટ

સર્જનહારની લીલા જગે એવી,જે બુધ્ધિથી જ સમજાય
અકળવાણીને પારખી લેવી,નહીં તો દુશ્મન ફાવી જાય
                             ……..સર્જનહારની લીલા જગે એવી.
મારું મારું સમજ રાખતાં,કળીયુગમાં જીવન ના જીવાય
સરળ સ્વભાવ રાખી જીવતાં,ઘણીજ તકલીફો મેળવાય
એક કામની સરળતા મળતાં, બીજા અનેક છે અકળાય
વણ માગેલી તકલીફો લઇને,દુશ્મન સામેજ આવીજાય
                            ……..સર્જનહારની લીલા જગે એવી.
તનથી ટેકો લઇને ચાલતાં,ડગમગ ચાલી પણ જવાય
સોટીનો સહારો મળતો રહે,જ્યાં સુધી ના તુટીએ જાય
મિથ્યા મોહ જીવનના શોધતાં,દેહને વ્યાધીઓ દેખાય
સરળ જીવન જ્યાં પામીએ,ત્યાંતો દુશ્મન આવી જાય
                           ……..સર્જનહારની લીલા જગે એવી.
અંધારામાં ઉજાસને શોધવા,માનવતાય મોકળી થાય
અજબ અનોખી શક્તિ જગમાં,પ્રભુ ભક્તિએ મેળવાય
માયાના બંધન જો છુટે,ત્યાં તો કળીયુગી તુટે લગામ
કૃપાની એક બુંદ પડતાં દેહે,દુશ્મન પણ ખોવાઇ જાય
                       ………સર્જનહારની લીલા જગે એવી.

====================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment