નિરાળો પ્રેમ
નિરાળો પ્રેમ
તાઃ૨૪/૫/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પ્રેમ જગતમાં એક નિરાળો,ના સૌથી એ મેળવાય
અતુટબંધન ઉજવળ દીસે,જ્યાં માબાપ રાજી થાય
………..પ્રેમ જગતમાં એક નિરાળો,
બાળપણ થી બારાખડીએ,મા ની મમતા મળી જાય
ધીમી ટપલી બરડે પડતાં જ,આંગળી પકડી લેવાય
પગલી સંભાળી ચલાવતા,જલ્દી ઉભા થઇને ચલાય
સમજણ ની સીડી પકડતાં,બારાખડી સમજી લેવાય
………..પ્રેમ જગતમાં એક નિરાળો.
માતાની પ્રેરણા સમજીલેતાં,પિતાનોપ્રેમ દોરી જાય
ડગલુ માંડતા એક વિચારતાં,સોપાન ઉજ્વળ થાય
મળે સફળતા મહેનતને,ત્યાં માબાપ ખુબ મલકાય
આશીર્વાદ તો મળે હૈયે થી,ના માગણી કદી કરાય
…………પ્રેમ જગતમાં એક નિરાળો.
+++++++++++++++++++++++++++++++=