May 26th 2010

રટણ રામનામનું

                  રટણ રામનામનું            

તાઃ૨૬/૫/૨૦૧૦                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

રટણ કરતાં રામનામનું,મારા મનને શાંન્તિ થઇ
સંસારીના સુખ સાગરમાં,સાચી ભક્તિ મળી ગઇ
                         ………રટણ કરતાં રામનામનું.
માળા પ્રભુની કરતાં મનથી, જીવને શાંન્તિ થઇ
રામનામની છાયા મળતાં,વ્યાધીઓ ભાગી ગઇ
                         ……….રટણ કરતાં રામનામનું.
ઘીનો દીવો પ્રેમથીકરતાં,જ્યોત જીવનમાં થઇ
ધુપનુ અર્ચન કરતાં રામને,સંતો હરખાય અહીં 
                          ……….રટણ કરતાં રામનામનું.
આરતી કરતાં સીતારામની,જીંદગી પાવન થઇ
શ્રધ્ધારાખીસેવાકરતાં,જલાસાંઇનીકૃપા મળીગઇ
                          ………રટણ કરતાં રામનામનું.
જ્યોતભક્તિની ઘરમાંજોતાં,સંત પધરામણી થઇ
સંસારી સંતોનીદ્રષ્ટિએ,ઉજ્વળ જીંદગી મળી ગઇ
                          ………રટણ કરતાં રામનામનું.
દ્વારેઆવી અર્ચનકરતાં,સુર્યદેવનો મળ્યો સહવાસ
આંગણુ ઘરનુ શોભી રહ્યુ છે,ને કૃપા પ્રભુની થાય
                          ……… રટણ કરતાં રામનામનું.

============================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment