September 10th 2010

સુગંધ

                                સુગંધ

તાઃ૧૦/૯/૨૦૧૦                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

સુગંધ પ્રેમનીપ્રસરે જગતમાં,માનવતા મહેંકી જાય
સ્નેહ પ્રેમની આ સાંકળથી,વિશ્વે શાંન્તી પ્રસરી જાય
                    ……..સુગંધ પ્રેમની પ્રસરે જગતમાં.
કેડી જીવનની સરળ પ્રભુથી,જો મળી જાય સહવાસ
આંગળી એતો ટેકો છે,જે જીવનને દઇજાય અણસાર
પ્રસરે જીવનમાં સુગંધ ભક્તિની,મળી જાય સન્માન
ઉજ્વળબને દેહથીજીવન,ના પડાય મોહમાં પળવાર
                       ……..સુગંધ પ્રેમની પ્રસરે જગતમાં.
મળે સુગંધ મોગરાની ઘરમાં,સંત જલારામ હરખાય 
પ્રસરેસુગંધ ગુલાબનીજ્યાં,ત્યાંસાંઇબાબા આવી જાય
મળીજાય જ્યાં મહેંક પ્રેમની,ત્યાં માણસાઇ મેળવાય
મળે સહવાસ સંસ્કારનો સંગે,જીવન ત્યાં મહેંકી જાય
                      ……..સુગંધ પ્રેમની પ્રસરે જગતમાં.

+++++++++++++++++++++++++++++

September 9th 2010

સહારાની સમજ

                     સહારાની સમજ

તાઃ૯/૯/૨૦૧૦                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

કથ્થક ભાંગડા કરતોતો,ત્યાં પગે મોચ આવીગઇ
ક્યારે બદલે સમય જીવનને,સહારે સમજાયુ ભઇ
                         ……….કથ્થક ભાંગડા કરતો તો.
હિંમત રાખી કસરત કરતો,શરીર સારું રાખવા અહીં
લાંબુ દોડી પગને મજબુત કરતો,સીધુ ચાલવા ભઇ
મનથી હિંમત રાખી કરતો,તનની ચિંતા કરતો નહીં
મનની સાથે તન મજબુત,સહારાની જરુર મારેનહીં
                          ……… કથ્થક ભાંગડા કરતો તો.
અહમ ને આબરૂ ના ચાલે સાથે,બંન્ને  દુર ચાલે ભઇ
એક મળે મનથીદેહને,જે જીવનમાં લાબું ચાલે નહીં
લાયકાત મેળવતા જેમળે,તેને આબરૂ કહેવાય અહીં
મળેદેહને લાયકાતે આબરૂ,અહંમતો સહારો માગે ભઇ
                              ……..કથ્થક ભાંગડા કરતો તો.
દેહમળેલ જીવને,સહારો સાર્થક જીવનમાં મળી જાય
ટેકો એ આધાર બને જીવનમાં,ના આરો કોઇ દેખાય
તુટેલા પગને ટેકો લાકડીનો,જે જરૂરી સહારો કહેવાય
સાચી સમજ એ સહારાની,સમય આવે જ  સમજાય
                              ………કથ્થક ભાંગડા કરતો તો.

૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦

September 8th 2010

દુર ભાગે?

                                    દુર ભાગે

તાઃ૮/૯/૨૦૧૦                                             પ્રદીપ બ્રહ્મભટ્ટ

જગતપર જીવનુ અસ્તિત્વ એદેહ છે જેને આંખોથી જોઇ શકાય છે
અને આંખોથી જોઇ શકાય એ જ પરમાત્માની લીલા પણ છે.પણ
ઘણું એવુ પણ છે જેનો અનુભવ થાય અથવા તો અનુભુતી થાય.

નીચેની બાબતો વિચારવા જેવી લાગતા વિચારવા મુકુ છુ.
***વાંચી વિચારજો અને તેનો જવાબ તમારા વિચારને આપજો.

૧.   જ્યારે માનવીને સાચી સમજ આવે ત્યારે જ કુબુધ્ધિ દુર ભાગે.
૨.   જ્યારે ભણતરને મહત્વ અપાય ત્યારે જ અભણતા દુર ભાગે.
૩.   જ્યારે મન મોહ માયામાં પરોવાય ત્યારે જ સંસ્કાર દુર ભાગે.
૪.  જ્યારે સંયંમ નારહે ત્યારે જ ભગવું પહેરનાર નારીથી દુર ભાગે.
૫.  જ્યારે માતાના દુધની કદર ના કરી શકાય ત્યારે તેને સન્માનથી દુર રાખે.
૬.  જ્યારે મહેનત કરી કમાવાની તાકાત ના હોય ત્યારે સંસારથી દુર ભાગે.
૭.  જ્યારે માનવી જેને ભગવાન બનાવે તેને દાન પેટીથી ભીખ માગવા માટે
     ભગવાનો સહારો આપી સાચા જ્ઞાનીઓથી દુર રાખે.
૮.  જ્યારે પરમાત્માની સાચી ઓળખ થાય ત્યારે તે જીવથી ભીખ માગવાના
     રસ્તાઓ દુર ભાગે.
૯.  જ્યારે પ્રભુની સાચી ઓળખ જીવને થાય ત્યારે ઘરમાં ભક્તિ થાય કળીયુગી
     મંદીર દુર ભાગે.
૧૦. જ્યારે જીવને પરમાત્માની કૃપા મળે ત્યારે જન્મ મરણ દુર ભાગે.
૧૧. જ્યારે માબાપની આજ્ઞાને માથે ચઢાવાય ત્યારે જ દુઃખ દુર ભાગે.
૧૨. જ્યારે મા થકી જીવને દેહમળે ત્યાર બાદ સૌ પ્રથમ તેને વંદન કરતાં
     આશીર્વાદથી જ વ્યાધીઓ દુર ભાગે.
૧૩. જ્યારે માતાથી સંસ્કાર અને પિતાના આશીર્વાદ મળે ત્યારે આવતી બધી
      વ્યાધીઓ દુર ભાગે.
   અને છેલ્લે
૧૪. જ્યારે સાચા સંતનુ માર્ગદર્શન મળે ત્યારે જ દેખાવની ભક્તિ દુર ભાગે.

++++++++++++++++++++++++++++++++++++++++++

September 8th 2010

ભક્તિ પ્યાલો

                        ભક્તિ પ્યાલો

તાઃ૮/૯/૨૦૧૦                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

શીતળ સ્નેહ ભરેલી દુનીયા,છે ઉજ્વળ જીવન સંગે
ભક્તિ પ્યાલો મળે કૃપાએ,રંગીદે જીવને ભક્તિ રંગે
                      ………શીતળ સ્નેહ ભરેલી દુનીયા.
મળે કૃપા ભક્તિ સંગે,જેમ મળે દેહને પાણી ઘુંટેઘુંટે
તરસે જીવ મુક્તિ કાજે,જે માનવ જન્મ ભક્તિ સંગે
મળીજાય જલાસાંઇથી ભક્તિ,જીવને છોડાવે ધરતી
આવી આંગણે કૃપા મળે,જે અંતે જીવને દઇદે મુક્તિ
                      ………શીતળ સ્નેહ ભરેલી દુનીયા.
પ્યાલો અમૃતનો પીલેતાં,જગે મૃત્યુ દેહથી ભાગેદુર
ઝેરનો પ્યાલો મળીજાય,તો જીવન બને ત્યાં ભંગુર
આધાર દેહનો જીવ છે,જે જન્મમરણથી જ સહવાય
જગતપિતાની દ્રષ્ટિ લેવા,ભક્તિ પ્યાલો જ પીવાય
                      ………શીતળ સ્નેહ ભરેલી દુનીયા.

-===============================

September 7th 2010

ઇર્ષા આવી

                           ઇર્ષા આવી

તાઃ૭/૯/૨૦૧૦                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

અહંમનો દરીયો વિશાળ છે,જે મનને નવરાવી જાય
સ્પર્શી જાય જેમાનવીને,તેનીઇચ્છા કદી પુરીનાથાય
                          ………અહંમનો દરીયો વિશાળ છે.
બારણુ એ ખખડાવતી ફરે,ને ભોળા મનને વળગીજાય
માનવીમન જો નાવિચારે,તો આજીંદગી વેડફાઇ જાય
એક સંભાળતા બગડે બીજુ,ને ત્રીજાનો ના કોઇ વિચાર
ઇર્ષા જગમાં એવી છે ભઇ,જે તમને કરી જાય બરબાદ
                          ……….અહંમનો દરીયો વિશાળ છે.
કલમને બંધન કક્કો બારાખડી,જે બુધ્ધિએ જ સમજાય
મળીજાય ત્યાં માનવતા,જ્યાં જીવપર કૃપામાની થાય
નિર્દોષ ભાવને પારખતાં,પ્રભુથી નિર્મળતાય મેળવાય
ઇર્ષા ભાગે દુર બારણેથી,ત્યાંતો સંગાથીઓ મળી જાય
                          ……….અહંમનો દરીયો વિશાળ છે.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

September 6th 2010

અમુલ

                               અમુલ

તાઃ૬/૯/૨૦૧૦                              પ્રદીપ બ્રહ્મભટ્ટ

ના માનવીની તાકાત જગતમાં,શોધી શકે કોઇ મુલ
શ્રધ્ધા ભક્તિ અને વિશ્વાસ,અવની પર એ છે અમુલ
                  ……….ના માનવીની તાકાત જગતમાં.
સાચીશ્રધ્ધા મનથીરાખી,કોઇપણ કામને હાથ દેવાય
રાહત રાખી સરળતાસંગે,એ કામ પુરણ કરી જવાય
મહેનત દેહથી ને નિર્મળ ભાવે,જ્યાં સંગ સ્નેહે થાય
થઈ જાય એ કામ જગતમાં,જેને અમુલ કહી શકાય
                   ………ના માનવીની તાકાત જગતમાં.
જીવને મળેલ ઝંઝટએવી,નાદેહ થકી કોઇથી છોડાય
સમજ સાચી મનનેમળતાં,ભક્તિનો સંગ છે લેવાય
ભક્તિનો સંબંધ તો જીવને,મુક્તિનો માર્ગ દઈ જાય
અંતરથી જે થાય ભક્તિ જીવથી,અમુલ તે કહેવાય
                  ………ના માનવીની તાકાત જગતમાં.
મનને રોકી વિચારકરતાં.અનેક રસ્તાઓ મળી જાય
સંયંમનો  સહવાસ મેળવતાં,સૌકામ સરળ થઈજાય
વિશ્વાસની આ કેડી પકડતાં,અડચણ દુર ભાગી જાય
મળી જાય સફળતા જગમાં.અમુલ તેને છે કહેવાય
                  ……..ના માનવીની તાકાત જગતમાં.

*************************************

September 5th 2010

સંસ્કારી જીવન

                        સંસ્કારી જીવન

તાઃ૫/૯/૨૦૧૦                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

માબાપથી મળતા સંસ્કારે,પાવન જન્મ કરી જવાય
પિત્તળસોનુ પારખીલેતાં,અનેક જીવોને પ્રેરણા થાય
                            ………માબાપથી મળતા સંસ્કારે.
મમતા માની તરસી રહે,જ્યાં બાળક ઘોડીયે ઝુલાય
ઉંઆ ઉંઆ સાંભળવા માતા,પારણા પાસે બેસી જાય
દેહનાબંધન છે અનોખા,પાપાપગલીથી માને દેખાય
ઉજ્વળ આવતીકાલ બને,જે સંસ્કાર માતાથી લેવાય
                           ……… માબાપથી મળતા સંસ્કારે.
મહેનત સાચી મનથી કરતાં,ત્યાં સફળતાને સહેવાય
આશીર્વાદ મળતાં વડીલના,તકલીફો સૌ ભાગી જાય
શ્રધ્ધાથી ભક્તિ કરતાં,જીવ પર પ્રભુ કૃપા થઇ જાય
સંસ્કારી જીવન જીવતાંતો,આ જન્મ સફળ પણ થાય
                            ……….માબાપથી મળતા સંસ્કારે.

==============================

September 4th 2010

જીવની જરૂરીયાત

                  જીવની જરૂરીયાત

તાઃ૪/૯/૨૦૧૦                              પ્રદીપ બ્રહ્મભટ્ટ

પાપાપગલી ચાલતા દેહને,આંગળી પકડી ચલાવાય
સમયે જરૂરીયાત મળીજતાં,જન્મ સાર્થક કરી જવાય
                         ………પાપાપગલી ચાલતા દેહને.
મળે દેહ અવનીએ માનવીનો,જીવને તક મળી જાય
માનો પ્રેમ મળે બાળપણમાં,સંસ્કાર સિંચન થઇ જાય
સંગ મળે જ્યાંમહેનતનો,ત્યાં પિતાનોપ્રેમ મળી જાય
ઉજ્વળ સોપાન બને જીવનના,વ્યાધીઓ ભાગી જાય
                         ……….પાપાપગલી ચાલતા દેહને.
જુવાનીના દ્વારખુલે ત્યાં,સહવાસની જરૂરીયાત દેખાય
સાચો પ્રેમ અને મળે સાથ,ત્યાં પગથીયા પ્રેમે ચઢાય
માગતાપહેલાં મળેમાગણી,એ જીવના સંસ્કાર કહેવાય
મન કર્મ વચન ને સાચવતાં,સૌ કામ સરળ થઇ જાય
                         ………..પાપાપગલી ચાલતા દેહને.
ધડપણ આવે બારણે,ત્યા જરૂરીયાત દેહની વધી જાય
બાળપણ ને ધડપણ સરખા,એ તો ટેકાથી દેહને દેખાય
માયા છોડવા જીવની,ભક્તિ સાચી જરૂરીયાત કહેવાય
મળે કૃપા પ્રભુની જીવને,ત્યાં પુરી જરૂરીયાતો થઇ જાય
                           ……….પાપાપગલી ચાલતા દેહને.

=============================

September 3rd 2010

જન્મ થયો

                        જન્મ થયો

તાઃ૩/૯/૨૦૧૦                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

કુદરતના કરેલા ન્યાયમાં,નાકોઇ ભેદભાવનો મોલ
રાજા હોય કે ગરીબ કોઇ,કરે ન્યાયનોસાચો એતોલ
                          ………કુદરતના  કરેલા ન્યાયમાં.
નીર નદીના નિર્મળ હોય,ત્યાં નિર્મળતા વહી જાય
પડે ઝેરનું ટીપુ એક જળમાં,સંહાર દેહનુ કરતુ થાય
અતિનો જ્યાંઅણસારમળે,ત્યાં મુળ પ્રભુથી પકડાય
ગંગાના અમૃતજળથી,ઝેરનોનાશ સદંતર છે કરાય
                           ………કુદરતના  કરેલા ન્યાયમાં.
રાવણની ભક્તિ અનેરી,સૌ પ્રભુ કૃપાથી મળી જાય
અહંકારના વાદળ જોતાં,શ્રી રામનો અવતાર થાય
કંસની અતુટ નીતિથી,માનવ નરનારી ત્રાસી જાય
જન્મ થયો શ્રી કૃષ્ણનો,ગોકુળગામ પાવન થઇ જાય
                           ………કુદરતના  કરેલા ન્યાયમાં.

+++++++++++++++++++++++++++++

September 2nd 2010

સદબુધ્ધિ

                             સદબુધ્ધિ

તાઃ૨/૯/૨૦૧૦                               પ્રદીપ બ્રહ્મભટ્ટ

સદબુધ્ધિની સોટી પડતાંજ,કુબુધ્ધિ તો ભાગી જાય
નાઆરો કે ઓવારો રહેતાં,બીજી મતી શોધતી થાય
                          ………સદબુધ્ધિની સોટી વાગતાં.
જીવન જીવતા દેહને જગમાં,ઘણી કડીઓ છે દેખાય
કઇ કડી ક્યારેવળગે કે મળે,એ કોઇથીય ના કહેવાય
માનવતાની કેડી જગતમાં,ઉજ્વળ જીવન કરી જાય
ભક્તિનાસહવાસને કાજે,પવિત્ર જીવને તેમળી જાય
                          ………સદબુધ્ધિની સોટી વાગતાં.
મહેનત મનથી કરતાં દેહે,યોગ્ય ફળ પ્રેમે મેળવાય
સદબુધ્ધિના સહવાસથી,ઝાઝા હાથ પણ મળી જાય
નાટેકાની કોઇ જરૂરપડે દેહને,જ્યાં કૃપા પ્રભુની થાય
ઉજ્વળ જીવન બની રહે,ને જીવ મુક્તિ એ જ દોરાય
                          ………સદબુધ્ધિની સોટી વાગતાં.
કુબુધ્ધિ આવે જો ઓટલે,તો ખેદાન મેદાન થઇ જાય
સમજ ના પડે માનવીને,જે દુષ્ટ મતીએ  દોરી જાય
સમજણનો સહવાસ મળે,ત્યાં જન્મ સફળ થઇ જાય
પળેપળને સાચવીચાલતાં,ના ખાડોખબડો મળી જાય
                         ……….સદબુધ્ધિની સોટી વાગતાં.

===============================

« Previous PageNext Page »