October 5th 2011

ભક્તની ભક્તિ

.                    ભક્તની ભક્તિ

તાઃ૫/૧૦/૨૦૧૧                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

દેહ મળે માનવનો જીવને,ત્યારે માર્ગ ઘણાજ દેખાય
કયા માર્ગે ક્યાં જવાય,એતો અનુભવથીજ સમજાય
.                       ………….દેહ મળે માનવનો જીવને.
ઉજ્વળ જીવન દેવા સંતાનને,સંસ્કારથી જ  સચવાય
માબાપને આદર દેતા જીવનમાં,સાચી રાહ મળી જાય
મળતાં માયા મોહ જીવને,દેખાવે દાનવ બનાવી જાય
સુખ શોધવા નિકળવુ પડે,એ જીવની ખોટીરાહ કહેવાય
.                      …………..દેહ મળે માનવનો જીવને.
સંતનો સહવાસ મળે જ્યાં,ત્યાં ભક્તિ માર્ગ મળી જાય
સાચી સેવા પ્રભુનીકરતાં,જીવ પર પ્રભુ કૃપા થઈ જાય
દેખાવનો ડંડો પકડી  ચાલતાં,ના જીવનો ઉધ્ધાર થાય
ટીલાં ટપકા કરી ચાલતાં,અંતે વ્યંઢળ પણ થઈ જવાય
.                      ……………દેહ મળે માનવનો જીવને.
નિર્મળ ભાવના રાખતાં,ને શ્રધ્ધા પરમાત્મામાં રખાય
આંગળીચીધી સંત જલાસાંઇએ,જે માનવતા દઈ જાય
ભગવુ પહેરી ભક્તિ કરતાં,અહીંનારી દેહથી અભડાવાય
માતા સમજી વંદન કરતાં,મળૅલ જન્મ સફળ થઈ જાય
.                      …………….દેહ મળે માનવનો જીવને.

**********************************************

October 4th 2011

નવલાં નોરતા

.                    . નવલાં નોરતા

તાઃ૪/૧૦/૨૦૧૧                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

આવી આવી રાત નવલાં નોરતાની,મા ગરબે ઘુમતી જાય
તાલીઓના તાલ દેતી સહેલીઓ,માતાને નિરખી રાજી થાય
.                       …………આવી આવી રાત નવલાં નોરતાની.
પાવાગઢથી મા કાળકા આવ્યા,સંગ સહેલીઓને લઈને આવ્યા
ગરબે ઘુમતી તાલીઓના તાલે,પ્રેમે ભક્તો માની ચુંદડીલાવ્યા
શીતળ સંધ્યા દઈ માને ચરણે,ગરબાની સાથે રમઝટને લાવ્યા
તાલ દેતા ને મનથી ભાવે ભક્તિ લેતા,માતાની કૃપા મેળવતા
.                        …………આવી આવી રાત નવલાં નોરતાની.
આદ્યશક્તિની આરતી ગાતા,ભાવિક ભક્તો સૌ મનથી હરખાતા
મંજીરાનાતાલ સંગે ઢોલ નગારે,પ્રેમે માતાની ચુંદડી લહેરાવતા
સંતોષી જીવન જીવતા ભક્તો,માતાની આરતી મનથીજ કરતા
આવજો  માડી પ્રેમે આજે,સંતાન તમારા સાચી શ્રધ્ધાએ ભજતા
.                       …………..આવી આવી રાત નવલાં નોરતાની.
નવનોરતાની નવલી રાતોએ,ચોતરે આવી મા ભક્તો વિનવતા
સાંભળી માડી તારા ભક્તોની વાણી,આવજે માડી તું જલ્દી દોડી
ઝાંઝર તારા રણકી રહ્યા મા,ભક્તોને માડી તું સંભળાવ જે આવી
અંબામાને વિનંતી આજે,પ્રદીપ,રમા,રવિ,દીપલને લેજો ઉગારી
.                       …………..આવી આવી રાત નવલાં નોરતાની.

\\\\\\\\\\\\\\\\\\\\\\///////////////////////

October 3rd 2011

શા માટે?

.                    શા માટે?

તાઃ૩/૧૦/૨૦૧૧                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

પાવન કર્મની કેડી જોવા,મળી જાય આ માનવ જન્મ
ભક્તિભાવ તો દેહની શુધ્ધિ,થઈ જાય ત્યાં પવિત્ર કર્મ
.                             …………..પાવન કર્મની કેડી જોવા.
પ્રભાત ઉજળી પામી લેવા,શુધ્ધ ભાવનાએ પુંજન થાય
ભક્તિકેરી દોર પકડીને ભજતાં,પ્રભુકૃપા પણ મળી જાય
સંતનીસેવા મનથી કરતાં,પાવન રાહ જીવથી મેળવાય
મળી જતી હોય જલાસાંઇની કૃપા,તો શા માટે ના પુંજાય
.                           ……………..પાવન કર્મની કેડી જોવા.
માયા મોહના  બંધનને છોડી,જીવને મળે ભક્તિનો સંગાથ
અન્નદાનની પ્રીત પકડતાં,ભગાવી દીધા જલાએ જગદીશ
શ્રધ્ધા,સબુરી એક છે બતાવી,બાબાએ કરી માનવતાપ્રીત
મળેજો જીવને પ્રીતપ્રભુની,તો શામાટે ના ભક્તિએ જોડાય
.                                 ………….પાવન કર્મની કેડી જોવા.

@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@

October 2nd 2011

શીતળ નૈન

.                     શીતળ નૈન

તાઃ૨/૧૦/૨૦૧૧                પ્રદીપ બ્રહ્મભટ્ટ

શીતળ તારા નૈન છે,ને પ્રીત તારી પણ સાચી
.       મળી ગઈ મને તુ જીવનમાં,શાંન્તિ ત્યારથી આવી
એવી પ્રીત ભઇ સાચી,તારી પ્રીત મળી મને સાચી.

ઉજ્વળ જીવનની શોધ કરતા,મારા વર્ષો ગયા અતિ ભારી
નિંદ હરાઇ ને મનની મુંઝવણ,ચાલી જીવનમાં પણ લાંબી
કુદરતની એક જ કૃપા મળતાં,તારી રાહ મળી ગઈ ન્યારી
પ્રીતની દોરીએ બંધાતા દેહથી,જગતમાં પ્રીતસાચી જાણી
.                               ……………શીતળ તારા નૈન છે.
કરુણાનીકેડી છે નાની,ના જગતમાં કોઇ જીવથી અજાણી
મળતી માયા કાયાની જ્યાં,ત્યાં પ્રીત પારકી થઈ જાતી
અંતરના આનંદને પકડીરાખતાં,ના ઉભરો થઈ છલકાતો
શીતળતાના વાદળ લેતાં,જીવનો જન્મ સફળ થઈ જાતો
.                               ……………શીતળ તારા નૈન છે.

###################################

October 2nd 2011

કુદરતની રીત

.                 કુદરતની રીત

તાઃ૨/૧૦/૨૦૧૧                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

જ્યોત પ્રેમની પ્રગટી રહે,જ્યાં જીવપર કૃપા પ્રભુની થાય
માનવજીવની ટળે વ્યાધીઓ,ને પ્રીત કુદરતની મેળવાય
.                          …………….જ્યોત પ્રેમની પ્રગટી રહે.
ભક્તિનો જ્યાં સાથ જીવને,ત્યાં આવતી વ્યાધી ભાગી જાય
નિત્ય સ્મરણની રીતન્યારી,જીવનમાં સદા શાંન્તિ મેળવાય
સંત જલાસાંઇની છે પ્રીત સાચી,ભક્તિ કરતાં જીવો હરખાય
આવીઆંગણે પ્રભુ બિરાજે,ત્યારે જીવને રાહ સાચી મળીજાય
.                             ……………જ્યોત પ્રેમની પ્રગટી રહે.
મુક્તિ માર્ગની રાહ મળે જીવને,જ્યાં મન ભક્તિએ પરોવાય
દુઃખનો સાગર જ્યાં દુર રહે,ત્યાં પ્રભુ કૃપાની વર્ષા થઈ જાય
અણમોલ દીપ પ્રગટી જતાં જીવથી,અનંત શાંન્તિ મેળવાય
કુદરતની આ રીત નિરાળી છે,જે સાચી ભક્તિ એજ સહેવાય
.                              …………..જ્યોત પ્રેમની પ્રગટી રહે.

*************************************************

October 1st 2011

નટખટ મન

.                    નટખટ મન

તાઃ૧/૧૦/૨૦૧૧                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

નટખટ કરતાં નોટો મળી જીવનમાં,ત્યાંજ  માયા લાગી ગઈ
ઉજ્વળ જીવન મુકતાં બાજુએ,કળીયુગી ચાદર લપટાઇ ગઈ
.                     ………….નટખટ કરતાં નોટો મળી જીવનમાં.
તાલ મળ્યા જ્યાં તબલાના,ત્યાં ડગલાં પણ ડગમગ થાય
વિચાર વમળમાં મુકાઇ જતાં ભઈ,આફતોય આવી જ જાય
શ્રધ્ધા પણ  ડગમગાતી  ચાલી,ત્યાં  વિચાર પણ વંટોળાય
મળે વ્યાધીઓ સાથે  આંધીઓ,માનવજીવન વેડફાઇ જાય
.                   ……………નટખટ કરતાં નોટો મળી જીવનમાં.
સાદગીનો સહવાસ જીવનમાં,ને સંગે ભક્તિ દોર મળી જાય
નટખટ ના માનવ દેહને વળગે,ત્યાં શીતળતાનો સંગ થાય
મળતી કળીયુગની આલીલા દેહને,જે અધોગતીએ દોરીજાય
મહેંકે માનવતા  જીવનમાં,અનેક જીવોનો ઉધ્ધાર કરી જાય
.                   …………….નટખટ કરતાં નોટો મળી જીવનમાં.

+++++++++++++++++++++++++++++++++++++++

« Previous Page