જન્મદીન મહાત્મા ગાંધીનો
.
.
.
.
.
.
.
.
.
. જન્મદીન મહાત્મા ગાંધીનો
તાઃ૨/૧૦/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ગરવો આ ગુજરાતી જેણે જગમાં દીધી જાણ
.         હિંમત રાખી હૈયે તેમણે,અંગ્રેજોને દીધી હાર
.                      એવા એ ગુજરાતી,જેને ગાંધીજી કહેવાય.
સાબરમતી ના એ સંત થયા,ને ભારતની આઝાદી ઢાલ
પ્રેમ નિખાલસ મેળવીજીવતા,મળી ગયો ત્યાંસૌનોસાથ
મળેલ જન્મને સાર્થક કરતાં,જગે ગાંધી જયંતી ઉજવાય
વતનપ્રેમનો સંગરાખતાં,જગતમાંગુજરાતીઓ હરખાય
.            …………….એવા એ ગુજરાતી,જેને ગાંધીજી કહેવાય.
સત્તાધારી સરકારને ભારતમાં,દીધો ગુજરાતીએ પડકાર
સહન કરીને સાથ મેળવતા સંગીનો,ખોલ્યા આઝાદી દ્વાર
રામનામની પવિત્ર કેડીએ જીવીને,ઉજ્વળકીધો અવતાર
એવા મહાત્માઅગાંધીનો આજે,વિશ્વમાં જન્મદીન ઉજવાય
.            ……………..એવા એ ગુજરાતી,જેને ગાંધીજી કહેવાય.
*************************************************
