જન્મદીન પુ.લક્ષ્મીબાનો
.
.
. જન્મદીન પુ. લક્ષ્મીબાનો
તાઃ૬/૧૨/૨૦૧૨ (૬/૧૨/૧૯૩૩) પ્રદીપ બ્રહ્મભટ્ટ
જલાસાંઇની જ્યોત પકડીને,આવ્યા પુ.લક્ષ્મીબા હ્યુસ્ટન
સરળ જીવનમાં ભક્તિનાસંગે,એ વિરપુર લાવ્યા અહીંયા
.                              ………………….જલાસાંઇની જ્યોત પકડીને.
વિસંજીભાઇના એ વ્હાલી દીકરી,ને માતા કેસરબેનનુ એ  હેત
ભક્તિપ્રેમનો સંગમળ્યો માબાપથી,નામ લક્ષ્મીબા મળ્યુ એક
ઉજ્વળ સોપાનો મળ્યા જીવને, જ્યાં લીધી જીવે ભક્તિની ટેક
જલાસાંઇના મંદીર બનાવ્યા,અનેક જીવોને દીધી ભક્તિ પ્રીત
.                            ……………………જલાસાંઇની જ્યોત પકડીને.
આજકાલનો તો સંગ દેહને ,ના જીવને દે કોઇ પળે એ સહવાસ
ઓગણીસો તેત્રીસમાં જન્મ્યા,આજે બે હજાર બાર પણ જોવાય
પતિ બેચરદાસનો સંગ અનેરો,અનંત પ્રેમ આજીવન મેળવાય
અદભુતકૃપા જલાસાંઇની થતાં,હજુય વર્ષોવર્ષ સુખેથી જીવાય
.                             ………………….. જલાસાંઇની જ્યોત પકડીને.
=====================================
.         .પુજ્ય લક્ષ્મીબાનો આજે ૭૯મો જન્મદીન છે.સંતપુજ્ય જલારામબાપા અને
સંત પુ.સાંઇબાના વ્હાલા ભક્ત તરીકે અમેરીકામાં પ્રથમ બંન્ને સંતોનું એક મંદીર
હ્યુસ્ટનમાં કરી અનેક ભક્તોને આ સંતોની સેવા કરાવી તક અને શાંન્તિ આપી છે.
આજે તેમના જન્મ દીવસે અમે જલાબાપા અને સાંઇબાબાને પ્રાર્થના કરીએ કે
તેમને જીવનમાં તનમન અને ધનથી શાંન્તિ આપી જીવને તેમના ચરણમાં રાખે.
લી.પ્રદીપ બ્રહ્મભટ્ટ તથા રમા,રવિ,હિમા,દીપલ અને નિશીતકુમારના જય જલારામ
અને પ્રેમથી  Happy Birthday to Lakshamiba.
