ઉતાવળની કેડી
. ઉતાવળની કેડી
તાઃ૨૯/૧૦/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ઉતાવળે ના આંબા પાકે,કે ના ભણતર પણ મેળવાય
સમયની સાંકળ સાથેરાખતાં,ધીમે ધીમે એ મળીજાય
. …………………ઉતાવળે ના આંબા પાકે.
નિર્મળતાનો સંગ રાખીને,સમયને સમજીને જ ચલાય
મળે જીવપર કૃપા પ્રભુની,જે ઉજ્વળ જીવન કરી જાય
આફતને ના આંબે કોઇ,કે ના જગતમાં કોઇની તાકાત
શક્તિ એજ ભક્તિમાં છે,જે સધળાકામ સફળ કરીજાય
. …………………..ઉતાવળે ના આંબા પાકે.
કર્મ લખેલને કોઇના રોકે,કે નાજગે કોઇથીય છટકાય
જલાસાંઇની ભક્તિ કેડીએ,જીવને સરળતા મળતીજાય
સમયને પારખી સંગે રહેતા,જગે શાંન્તિને અનુભવાય
સમજી વિચારી પગલુ ભરતાં,સૌ કામ સરળ થઈ જાય
. …………………ઉતાવળે ના આંબા પાકે.
+++++++++++++++++++++++++++++++++++++