પ્રેમાળ રાહ
. પ્રેમાળ રાહ
તાઃ૩૦/૧૦/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જલારામની પ્રેમાળ રાહે,જીવ સાચીભક્તિએ સહેવાય
અન્નદાનની એક જ કેડીએ,જગત પિતા પણ હરખાય
. ………………..જલારામની પ્રેમાળ રાહે.
જગમાં દીધી શ્રધ્ધાની રાહ,જે જીવને દઈ જાયછે ઉજાસ
શ્રધ્ધા રાખી અન્ન પીરસતા,વિરબાઇ માતા પણ હરખાય
આંગણેઆવી પ્રભુ પ્રેમ મેળવે,એજ સાચીભક્તિ કહેવાય
માનવ જીવન સાર્થક થતાંજ,જીવ પર પ્રભુની કૃપા થાય
. ………………….જલારામની પ્રેમાળ રાહે.
સાંઇસાંઇનુ સ્મરણ કરતાં,જગતમાં માનવતા સચવાય
અલ્લા ઇશ્વર એક બતાવી,સાચાકર્મનીકેડી એ દઈ જાય
બાબાનામની અખંડજ્યોત,જીવનમાંપ્રકાશ આપી જાય
મળી જાય પ્રેમ સાચા સંતોનો,એજ પ્રેમાળ કેડી કહેવાય
. …………………..જલારામની પ્રેમાળ રાહે.
મળે માયા જ્યાં જલાસાંઇથી,કાયાના બંધન છુટી જાય
જ્યોત જીવનમાં ભક્તિની જલે,ત્યાં પરમાત્મા હરખાય
દુઃખને દુર કરે જીવનમાં,ત્યાં જ સુખ સાગર મળી જાય
અખંડ કૃપા પ્રભુની થતાં,જીવને મુક્તિ માર્ગ મળી જાય
. …………………..જલારામની પ્રેમાળ રાહે.
++++++++++++++++++++++++++++++++++++=