May 1st 2021

. .જીવનની જ્યોત
તાઃ૧/૫/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રપ્રેમ મળે પરમાત્માનો જીવનમાં,જ્યાં શ્રધ્ધા ભક્તિથી પુંજા કરાય
મળેલ માનવદેહને થયેલકર્મનો સંબંધ,જે સમયસંગે પવિત્રકૃપા મેળવાય
....પ્રભુના પવિત્રદેહની પુંજા ધરમાં કરતા,જીવનમાં પ્રભુનો પ્રેમ મળતો જાય.
માનવદેહના જીવનમાં કર્મનોસંગાથમળે,જે જીવનની જ્યોત પ્રગટાવીજાય
શ્રધ્ધારાખીને પરમાત્માને ધુપદીપથી વંદન કરતા,પ્રભુનીકૃપા મળતી જાય
પ્રભાતે સુર્યદેવને દર્શનકરી સુર્યવંદના કરાય,જે જીવન ઉજવળ કરી જાય
મોહમાયાનો કોઇ સ્પર્શના થાય જીવનમાં,જયાં પ્રભુના દેહને વંદન કરાય
....પ્રભુના પવિત્રદેહની પુંજા ધરમાં કરતા,જીવનમાં પ્રભુનો પ્રેમ મળતો જાય.
મળેલદેહના પરિવારપર પરમાત્માની કૃપા થતા,પાવનરાહે જીવન જીવાય
સુખના સાગરની કેડી મળે જીવને,જીવનમાં નાકોઇજ આફત આવી જાય
અનેક પવિત્રદેહ લીધા ભારતમાં,જેમની પુંજા કરવા પવિત્રમંદીર થઈ જાય
પરમાત્માના નામની માળા જપતા જીવનમાં,દરેક પળે જીવપર કૃપા થાય
....પ્રભુના પવિત્રદેહની પુંજા ધરમાં કરતા,જીવનમાં પ્રભુનો પ્રેમ મળતો જાય.
##############################################################
No comments yet.