May 16th 2021
##
##
. .કૃપા સંગે પ્રેમ
તાઃ૧૬/૫/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રકૃપા મળે માતાના પ્રેમની દેહને,જે જીવનમાં પવિત્રરાહ આપી જાય
માનવદેહને સંબધકર્મનો જીવનમાં,જે માતાની કૃપાથી પવિત્રપ્રેમ મળીજાય
....પાવનકૃપાએ જીવનાદેહને ના કોઇ અપેક્ષા કે ના કોઇ મોહમાયા સ્પર્શી જાય.
ભારતની ધરતીપર પરમાત્માએ અનેકદેહ લીધા,જેમની શ્રધ્ધાથી પુંજા થાય
હિંદુ ધર્મને પવિત્ર ધર્મ કરવા પ્રભુએ,દેવ દેવીઓથી પવિત્ર જન્મ લઈ જાય
મળેલ માનવદેહને ગતજન્મના કર્મનોસંબંધ,જે જીવને જન્મમરણ આપીજાય
પવિત્રદેહ માતા દુર્ગાનો લીધો ભારતમાં,જે દેહને સત્કર્મનો સંગાથઆપીજાય
....પાવનકૃપાએ જીવનાદેહને ના કોઇ અપેક્ષા કે ના કોઇ મોહમાયા સ્પર્શી જાય.
કુદરતની પવિત્રકૃપા ભારતદેશપર,જે હિંદુધર્મથી જગતમાં પવિત્રરાહ દઈજાય
પવિત્રધર્મની ઓળખાણ કરાવવા મંદીરથી,દેહને પવિત્ર પુંજાથી ભક્તિ કરાય
એ મળેલ માનવદેહને સત્કર્મનો સંગાથમળે,જે મળેલદેહને મુક્તિ આપી જાય
શ્રધ્ધા રાખીને ભક્તિ કરતા ભક્તોપર,માતાદુર્ગા કૃપા સંગે પવિત્રપ્રેમ દઈજાય
....પાવનકૃપાએ જીવનાદેહને ના કોઇ અપેક્ષા કે ના કોઇ મોહમાયા સ્પર્શી જાય.
*****************************************************************
No comments yet.