May 30th 2021
	 
	
	
		.           .સમયસાથે ચાલવુ
તાઃ૩૦/૫/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ 
જીવને મળેલદેહને કુદરતની કૃપાએ,જીવનાદેહને સમયસાથે લઈ જાય
અજબલીલા અવનીપરના દેહ પર,જે થઈ રહેલ કર્મથી દેહને સમજાય
....એ પવિત્ર પરમાત્માના દેહની કૃપા,જે ભારતમાં લીધેલ જન્મથી મેળવાય.
માનવદેહની કૃપા થાય જીવ પર,એ થયેલ કર્મથી પાવનરાહે લઈ જાય
જીવને અનેકદેહનો સંબંધ અવનીપર,જે દેહ મળતા જીવને અનુભવાય
પવિત્રકર્મનો સાથ મળે જીવનમાં,જ્યાં શ્રધ્ધારાખીને ભક્તિ કરાવી જાય
ના કોઇજ અપેક્ષા જીવનમાં રહે,કે ના કોઇ માગણીય જીવનમાં રખાય 
....એ પવિત્ર પરમાત્માના દેહની કૃપા,જે ભારતમાં લીધેલ જન્મથી મેળવાય.
સમયને નાપકડાય કોઇથી જીવનમાં,જગતપર અદભુતલીલા એ કહેવાય 
પરમાત્માએ સમયે જન્મલીધો ભારતમાં,એમળેલદેહને શ્રધ્ધાથી વંદનથાય
કૃપા મળેલદેહથી ઉંમરથી ચલાય,જે બાળપણ,જુવાની,ધડપણથી દેખાય
અદભુતલીલાને પારખી ચાલતા જીવનમાં,સમયને પારખી ચાલતા સમજાય
....એ પવિત્ર પરમાત્માના દેહની કૃપા,જે ભારતમાં લીધેલ જન્મથી મેળવાય.
==============================================================
             
	 
	
	
 
	No comments yet.