May 30th 2021

. .પ્રેમ પકડવો
તાઃ૩૦/૫/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવને મળેલદેહને પવિત્રસંબંધ કર્મનો,જે જન્મ મળતા અનુભવાય
પાવનરાહનો સાથ મળે સંબંધીઓનો,એ દેહથી પ્રેમ પકડાઇ જાય
....એ પાવનકૃપા કુદરતની દેહપર,જે શ્રધ્ધારાખતા દેહથી પવિત્રરાહ પકડાય.
કર્મનોસંબંધ મળેલદેહના જીવને,જે કુટુંબમાં સંબંધીઓથી મળી જાય
પવિત્રપ્રેમ માબાપનો મળે સંતાનને,જ્યાં પાવનરાહે ઘરમાંજ રહેવાય
નિખાલસ ભાવનાથી જીવનમાં સંગ રાખતા,સંતાનના આગમન થાય
પરમાત્માની કૃપા મળે જીવનાદેહને,જે સમયે કુળ આગળ લઈ જાય
....એ પાવનકૃપા કુદરતની દેહપર,જે શ્રધ્ધારાખતા દેહથી પવિત્રરાહ પકડાય.
સંતાનને પાવનરાહ મળે સમયે,એ ઉંમરથીજ ઉજવળ રાહે લઈ જાય
ભણતરની રાહને પ્રેમથી પકડતા,દેહને અદભુત લાયકાત મળતી જાય
માબાપનો પ્રેમ સંગે કૃપા મળે સંતાનને,એ પવિત્રરાહે ચાલતા દેખાય
મળે કૃપા જીવનમાં પરમાત્માની દેહને,જે અખંડ આનંદ આપી જાય
....એ પાવનકૃપા કુદરતની દેહપર,જે શ્રધ્ધારાખતા દેહથી પવિત્રરાહ પકડાય.
############################################################
No comments yet.