August 3rd 2021

ભાગ્યવિધાતા ગણેશ

 ***જાણો શ્રી ગણેશ ના વિવાહ કઈ વ્યક્તિ એ કરાવ્યા હતા. - Suvichar Dhara*** 
.         .ભાગ્યવિધાતા ગણેશ

તાઃ૩/૮/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ 
   
પવિત્ર લાડલા સંતાન હિંદુ ધર્મમાં,જેને શ્રધ્ધાથી વિઘ્નહર્તા કહેવાય
અદભુત કૃપાળુ સંતાન માતા પાર્વતીના,અને પિતા શંકર ભગવાન 
...હિંદુધર્મમાં એભાગ્યવિધાતા છે,જે માબાપના વ્હાલા શ્રીગણેશ કહેવાય.
પરમાત્માની પવિત્રકૃપાએ દેહલીધો,જીવનમાં અદભુતલીલા કરી જાય
મળેલ માનવદેહને પાવનરાહે લઈજાય,કૃપાએ જીવન સફળથઈ જાય
અવનીપરના માનવદેહને સમયનો સ્પર્શ,ના કોઇ દેહથી દુર રહેવાય
જીવનમાં એ ભાગ્યવિધાતા છે,સંગે દેહના વિઘ્નહર્તા પણ થઈ જાય 
...હિંદુધર્મમાં એભાગ્યવિધાતા છે,જે માબાપના વ્હાલા શ્રીગણેશ કહેવાય.
પવિત્રરાહે જીવન જીવતા શ્રી ગણેશ,રિધ્ધીસિધ્ધીના પતિદેવ થઈજાય
જીવનમાં માબાપની પવિત્રકૃપાએ,બે સંતાન જે શુભઅનેલાભ કહેવાય
પવિત્રકૃપા મળી ભગવાનની,જે ધાર્મિકકામમાં ગણેશજીનુ પુંજન કરાય
એજ પરમપવિત્ર સંતાન થયા,એ માબાપનીકૃપા પવિત્રદેહથી મેળવાય
...હિંદુધર્મમાં એભાગ્યવિધાતા છે,જે માબાપના વ્હાલા શ્રીગણેશ કહેવાય.
===========================================================

   

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment