August 5th 2021

પ્રભુને વંદન

 તે સવિતા પરબ્રહ્મ પ્રભુનું | Te Savita Parabrahma Prabhu nu
.          .પ્રભુને વંદન  

તાઃ૫/૮/૨૦૨૧           પ્રદીપ બ્રહ્મભટ્ટ   

જીવના માનવદેહને જગતમાં કર્મનોસંબંધ,જે ગતજન્મના દેહથી થાય
પવિત્રકૃપા પરમાત્માની અવનીપર,એ જીવને માનવદેહથી અનુભવાય
....માનવદેહને સમયનીસાથે ચાલવા,પ્રભુનીકૃપા થાય જ્યાં પ્રભુને વંદન થાય.
પવિત્ર હિંદુધર્મ થયો ભારતથી,જ્યાં પ્રભુ અનેકદેહથી જન્મ લઈ જાય
પ્રભુની પવિત્રકૃપા મળે જીવનમાં,જે શ્રધ્ધાએ,દેહને પાવનરાહે દેખાય
પવિત્રધર્મની રાહ મળે જીવનાદેહને,જ્યાં ધુપદીપકરી ઘરમાં પુંજાકરાય
જગતમાં જીવનુ અવનીપર આગમન,જે અનેકપ્રકારના દેહથી મેળવાય
....માનવદેહને સમયનીસાથે ચાલવા,પ્રભુનીકૃપા થાય જ્યાં પ્રભુને વંદન થાય.
પ્રભુની પાવનકૃપા અવનીપર,જીવને પ્રાણીપશુમાનવીથી દેહ આપીજાય
જન્મમળે દેહથી જીવનેજે સમયસાથે લઈ જાય,એ કર્મથી દેહ મળીજાય
શ્રધ્ધાભાવથી ઘરમાં પુંજનકરી,ધુપદીપકરી શિવલીંગને દુધ અર્ચના કરાય
પવિત્ર ભાવનાથી પ્રભુને વંદન કરતા,જીવનમાં પવિત્રકૃપાજ મળતી જાય
....માનવદેહને સમયનીસાથે ચાલવા,પ્રભુનીકૃપા થાય જ્યાં પ્રભુને વંદન થાય.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
August 5th 2021

આવ્યા શેરડીથી

**દિવસ દરમિયાન એક વખત બોલો સાંઇબાબા ના આ ૧૧ વચનો, પૂર્ણ થશે સંતાન પ્રાપ્તિ ની ઈચ્છા તેમજ દૂર થશે તમામ મુશ્કેલીઓ... - ગુજરાતી ડાયરો**
.         .આવ્યા શેરડીથી

તાઃ૫/૮/૨૦૨૧            પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પવિત્રકૃપાળુ વ્હાલા શ્રીસાંઇબાબા,ભક્તોની પવિત્રશ્રધ્ધાને પારખી
આવ્યા પવિત્ર શેરડીગામથી અહીં,હ્યુસ્ટનમાં પવિત્રકૃપા કરી જાય
...જગતમાં આંગળી ચીંધી માનવદેહને,ના નાતજાતને પકડીને દુર રહેવાય.
પવિત્રદેહથી પરમાત્માએજ દેહ લીધો,જે સાંઇબાબાથી ઓળખાય
શેરડીગામને પવિત્રકરવા,પાર્થલીગામથી પવિત્રભક્તિથી આવીજાય
નિરાધારદેહને મદદ કરતા દ્વારકામાઈ,પવિત્ર ભક્તિશાળી કહેવાય
પવિત્રરાહે જીવન જીવવા માનવદેહને,શ્રધ્ધાસબુરીથી સમજાઈજાય
...જગતમાં આંગળી ચીંધી માનવદેહને,ના નાતજાતને પકડીને દુર રહેવાય.
અનેકદેહથી જીવને જન્મ મળે અવનીપર,માનવદેહએ કૃપા કહેવાય
સમયનીસાથે ચાલતા માનવદેહને,ગતજન્મના કર્મથી દેહ મળી જાય
અવનીપરના માનવદેહને પવિત્રભક્તિની,સાંઇબાબા પ્રેરણાકરી જાય
એવા વ્હાલા બાબાની કૃપાથી,ૐ શ્રી સાંઇનાથાય નમઃ થી પુંજાય
...જગતમાં આંગળી ચીંધી માનવદેહને,ના નાતજાતને પકડીને દુર રહેવાય.
###########################################################