August 26th 2021

શેરડીથી આવ્યા

Shri Saibaba Sansthan Shirdi - Apps on Google Play
.             .શેરડીથી આવ્યા

તાઃ૨૬/૮/૨૦૨૧                  પ્રદીપ બ્રહ્મભટ્ટ  
 
પવિત્રપ્રેમને પકડીને શેરડીથી આવ્યા,મળેલ માનવદેહનેએ પ્રેમ આપી જાય
પાવનકૃપા પરમાત્માની મળી સાંઇબાબાને,જે શ્રધ્ધાસબુરીથી સૌનેમળીજાય
.....પવિત્રદેહ લીધો પાર્થીવગામમાં,શેરડીમાં આવતા દ્વારકામાઇનો સાથ મળીજાય.
ધર્મકર્મની સમજણ મળી માનવદેહને,જે મળેલદેહને પવિત્રરાહે જીવનજીવાય
પવિત્ર પ્રભુની પવિત્રકૃપા જીવપર થઈ જાય,જે માનવદેહથી જન્મ લઈ જાય
મળેલમાનવદેહને સમયની સાથે ચાલતા,જીવનમાં પરર્માત્માની પવિત્રકૃપાથાય
પરમકૃપાળુ સંતસાંઇબાબા જન્મથી આવીજાય,જે માનવદેહનેપ્રેમ આપી જાય
.....પવિત્રદેહ લીધો પાર્થીવગામમાં,શેરડીમાં આવતા દ્વારકામાઇનો સાથ મળીજાય.
શ્રધ્ધારાખીને માનવદેહથી ઘરમાં,ધુપદીપથી પુંજન કરીનેજ પ્રભુને વંદન કરાય
મળેલદેહને પવિત્રકૃપા મળે જીવનમાં,જ્યાં સાંઇબાબાની શ્રધ્ધાસબુરી સમજાય
પરમાત્માની પાવનરાહ મળે મળેલદેહને,જે જીવને જન્મમરણથી દુર રાખીજાય
પવિત્ર સંત સાંઇબાબા છે માનવજીવનમાં,એ મળેલદેહને માનવતાથી સમજાય
.....પવિત્રદેહ લીધો પાર્થીવગામમાં,શેરડીમાં આવતા દ્વારકામાઇનો સાથ મળીજાય. 
##################################################################

 

August 26th 2021

અવનીપર અવિનાશી

મહિલાએ કહ્યું, હા મેં મહાદેવ અને નંદીને જોયા છે. તેનો ફોટો પણ ખેંચીને લાવી  છુ. |
.        .અવનીપર અવિનાશી 

તાઃ૨૬/૮/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ  

જગતમાં મળેલ માનવદેહ એ પ્ર્ભુનીકૃપા,જે ભારતદેશને પવિત્ર કરી જાય
પરમાત્મા અનેક દેહથી જન્મ લઈ જાય,એ હિંદુધર્મમાં ધરતી પાવન થાય
.....પરમકૃપાએ દેહ મળે પરમાત્માના જીવને,જે અનેક નામથી ધુપદીપકરીને પુંજાય.
શંકરભગવાન એપરમકૃપાળુ દેવ છે,જે હિમાલયપર જટાથીગંગા વહાવી જાય
પવિત્ર ગંગાનદીનુ જળ એ અમૃત કહેવાય,જે ભારતની ભુમી પવિત્રકરી જાય 
અજબશક્તિશાલી એદેવછે,જેમને પવિત્રમાતા પાર્વતીના પતિદેવથી ઓળખાય
હિંદુ ધર્મમાં પાવનકૃપા મળે માનવદેહને,જ્યાં ૐ નમઃ શિવાયથી પુંજન કરાય
.....પરમકૃપાએ દેહ મળે પરમાત્માના જીવને,જે અનેક નામથી ધુપદીપકરીને પુંજાય.
પરમાત્માની પવિત્રકૃપા ધરતીપર,જે હિંદુધર્મમાં પવિત્ર શ્રાવણમાસ આપી જાય
આંગણે આવી પરમાત્માની કૃપા મળે,જ્યાં પવિત્રમાસમાં ધુપદીપથી પુંજાકરાય
પરમકૃપાળુ અવનીપર અવિનાશી ભોલેનાથ,એજ પુજ્ય શંકર ભગવાન કહેવાય
પવિત્રનામથી ઘરમાં ધુપદીપ પ્રગટાવી,શ્રધ્ધાથી માળાજપતા પ્રરમકૃપા મળીજાય
.....પરમકૃપાએ દેહ મળે પરમાત્માના જીવને,જે અનેક નામથી ધુપદીપકરીને પુંજાય.
################################################################