August 16th 2021

શંકર ભગવાન

 **જયારે માતા પાર્વતીએ આપ્યો શિવ, વિષ્ણુ, નારદ, કાર્તિકેય અને રાવણને શ્રાપ, જાણો પછી શું થયું. | Dharmik Topic** 
.           .શંકર ભગવાન

તાઃ૧૬/૮/૨૦૨૧            પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પવિત્રકૃપાળુ હિંદુધર્મમાં શંકર ભગવાન છે,જેમને ૐ નમઃશિવાયથી પુંજાય
સોમવારના દીવસે પ્રભાતે સુર્યદેવના દર્શનકરી,ઘરમાં ભોલેનાથની પુંજાથાય 
....સરળતાથી શિવલીંગને દુધ અર્ચના કરી,ધુપદીપ કરી વંદન કરીને પુંજા કરાય.
પવિત્ર શક્તિશાળી પરમાત્માનો દેહ છે,જે હિંદુ ધર્મમાં શંકરભગવાન કહેવાય
શ્રધ્ધારાખીને પુંજા કરતા કૃપા મળે,જે મળેલદેહને જીવનમાં સુખ આપી જાય
માતા પાર્વતીના એપતિદેવ છે,તેમને મંદીરમાં પાર્વતીપતિ મહાદેવથીય પુંજાય
શ્રધ્ધાથી ધુપદીપ પ્રગટાવી પૂંજા કરતા,શંકર ભગવાનની પવિત્રકૃપા મળીજાય
....સરળતાથી શિવલીંગને દુધ અર્ચના કરી,ધુપદીપ કરી વંદન કરીને પુંજા કરાય.
ૐ નમઃ શિવાયથી અર્ચના કરી વંદન કરતા,બમબમ ભોલે મહાદેવથી પુંજાય
પરમશક્તિશાળી ભગવાન હિંદુધર્મમાં,એ વિધ્નહર્તા શ્રીગણેશના પિતા કહેવાય
ગણપતિને હિંદુ ધર્મમાં ભાગ્યવિધાતાથી,દરેક પવિત્રકામમાં ધુપદીપ કરી પુંજાય
રિધ્ધીસિધ્ધીના પતિદેવ શ્રી ગણેશછે,તેમના શ્રીશુભ અને લાભ પવિત્ર પુત્ર છે
....સરળતાથી શિવલીંગને દુધ અર્ચના કરી,ધુપદીપ કરી વંદન કરીને પુંજા કરાય.
#################################################################
August 16th 2021

પવિત્રપ્રભુ કૃપા

 ભૂલ થી પણ ના માંગો આ વસ્તુ ભગવાન પાસે, નહિ તો આખી જિંદગી રહેશો દુખી ! - Suvichar Dhara
.          .પવિત્ર પ્રભુ કૃપા

તાઃ૧૬/૮/૨૦૨૧            પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પવિત્રકૃપા પરમાત્માની જીવને મળેલદેહપર,જે સમયે જીવને આગમન આપી જાય
માનવદેહ એજ પ્રભુની પાવનકૃપા કહેવાય,એદેહ મળતા જીવને સમજણ મળીજાય
....મળેલ માનવદેહને કર્મનોજ સંબંધ છે,જે ગતજન્મના દેહના કર્મનો સાથ આપી જાય.
પરમાત્માની પહેચાન મળેલમાનવદેહને,જ્યાં શ્રધ્ધારાખી ધુપદીપથી પ્રભુનીપુંજા થાય
આંગણે આવી પરમાત્માનો પ્રેમ મળે,ત્યાં માનવદેહના જીવનમાં પ્રભુને વંદન કરાય
પવિત્રધરતી ભારતની છે જગતમાં,જ્યાં પરમાત્મા અનેકદેહથી જન્મ લઈ પધારીજાય
મળેલદેહપર પ્રભુની પ્રેરણા થાય જીવનમાં,જે જીવના મળેલદેહથી પવિત્રકૃપામેળવાય
....મળેલ માનવદેહને કર્મનોજ સંબંધ છે,જે ગતજન્મના દેહના કર્મનો સાથ આપી જાય.
પરમાત્માની પાવનકૃપા મળે અવનીપર,એ જીવના માનવદેહને જન્મમરણથી મેળવાય
જીવને અવનીપર આગમન મળે,જે ગતજન્મના શ્રધ્ધા રાખીને થયેલ કર્મથી મળીજાય
જીવને મળેલદેહને સમયની સાથેજ ચાલવા,જીવનમાં પરમાત્માની શ્રધ્ધાથી પુંજા કરાય
પવિત્રપ્રેમથી કૃપામળે જીવનમાં,જે અનેક સંબંધથી દેહને મળતોજાય જે પવિત્રકહેવાય
....મળેલ માનવદેહને કર્મનોજ સંબંધ છે,જે ગતજન્મના દેહના કર્મનો સાથ આપી જાય.
#####################################################################
  

      

August 16th 2021

સમજણ સમયની

આવનારા સારા સમયના વિશેષ સંકેતોને ઓળખો, આ ભગવાનનો ઈશારો છે
.          .સમજણ સમયની
તાઃ૧૬/૮/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ 

મળેલ માનવદેહપર પ્રથમ પરમાત્માની,પવિત્રકૃપાએ જીવને દેહ મળી જાય
જીવને સંબંધ ગતજન્મના કર્મથી,જે અવનીપર જન્મમળતા દેહ મળી જાય
.....કુદરતની આજ લીલા છે જગતપર,જે સમયસંગે જીવને અનેકદેહ આપી જાય.
અજબકૃપાળુ  પ્રભુ છે અવનીપર,જ્યાં અનેકદેહથી જીવને આગમન મેળવાય
મનુષ્યદેહ મળતાજીવને સમયની સમજણમળે,એસમયનીસાથે ચાલતા સમજાય
જીવનમાં સમયને પારખીચાલતા,પ્રભુકૃપાએ દેહનેસમજણનો સાથ મળતો જાય
પવિત્રકૃપાએ મળેલસમયને સમજીનેચાલતા,જીવનમાં નાકોઇ તકલીફ અડીજાય
.....કુદરતની આજ લીલા છે જગતપર,જે સમયસંગે જીવને અનેકદેહ આપી જાય.
માનવદેહના જીવને જીવનમાં સમયની સાથેચાલતા,દેહને અનેકકર્મ કરાવીજાય
અવનીપર અનેકદેહથી જીવનુ આગમન થાય,માનવદેહ એ પ્રભુનીકૃપાકહેવાય
પ્રાણી પક્ષી પશુ જાનવરનો દેહમળે,જે નિરાધાર દેહ કહેવાય નાદેહને છોડાય
ભારતમાં પ્રભુએ અનેકદેહથી જન્મલીધો,જે પવિત્રભુમી માનવદેહપર કૃપા થાય
.....કુદરતની આજ લીલા છે જગતપર,જે સમયસંગે જીવને અનેકદેહ આપી જાય.
==================================================================