August 10th 2021

પવિત્ર ચંંદ્રદેવ

 ++Ashadh Purnima on 23 July, with the importance of worshiping Shiva Parvati along with Guru Puja on this date | 23 જુલાઈએ અષાઢ પૂર્ણિમાઃ આ તિથિએ ગુરુ પૂજા સાથે શિવ-પાર્વતીની ઉપાસનાનું પણ++
.           .પવિત્ર ચંદ્રદેવ

તાઃ૧૦/૮/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ
    
જગતમાં પવિત્ર કૃપાળુ પરમાત્માનો પ્રેમ,જે સવારમાં સુર્યદેવ કહેવાય
મળેલ માનવદેહને અવનીપર પવિત્ર ચંંદ્રદેવ,સમયે રાત્રીને પ્રેરતા જાય
....અદભુત કૃપાળુ પરમાત્માએ લીધેલાદેહ,જગતમાં ભારતને પવિત્ર કરી જાય.
જીવને મળેલ માનવદેહ એ પ્રભુનીકૃપાએ,ગતજન્મના કર્મથી મળીજાય 
પરમકૃપાળુ સુર્યદેવ છે અવનીપર,જે જગતપર સવારસાંજ આપી જાય
સમયે સાંજ પડતા અંધારુ થઈ જાય,રાત્રિ પડતા ચંદ્રદેવ પધારી જાય
પવિત્ર કૃપાએ દીવસે સુર્યદેવના દર્શન થાય,રાત્રે ચંંદ્રદેવના દર્શન થાય
....અદભુત કૃપાળુ પરમાત્માએ લીધેલાદેહ,જગતમાં ભારતને પવિત્ર કરી જાય.
અદભુતકૃપા સુર્યદેવ અને ચંદ્રદેવની છે,જે માનવદેહપર કૃપા કરી જાય
સવારસાંજ અને રાત્રિએ અબજો વર્ષોથી,અવનીપર દર્શન આપી જાય
કૃપાળુ દેવ છે જગતમાં,જે નિખાલસપ્રેમથી જીવનાદેહને જીવન દઈજાય
એ કુદરતનીલીલા કહેવાય અવનીપર,જે જીવોને પવિત્રકર્મ કરાવી જાય
....અદભુત કૃપાળુ પરમાત્માએ લીધેલાદેહ,જગતમાં ભારતને પવિત્ર કરી જાય.
##############################################################
August 10th 2021

વિઘ્નહર્તા શ્રીગણેશ

****

.          .વિઘ્નહર્તા શ્રી ગણેશ 

તાઃ૧૦/૮/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ  
        
પવિત્રઆશિર્વાદ મળ્યા માબાપના,શ્રીગણેશ ભક્તોના વિઘ્નહર્તા થઈ જાય
હિંદુધર્મમાં પ્રભુએ અનેકદેહલીધા ભારતમાં,જે મળેલદેહને અનુભવે સમજાય
....પરમાત્માના પવિત્રદેહથી કૃપામળે દેહને,જ્યાં શ્રધ્ધાથી ભક્તિરાહે પુંજન કરાય.
પવિત્રકૃપાળુ પિતા શંકર ભગવાન છે,સંગે માતા પાર્વતીને પણ વંદન થાય
પવિત્ર સંતાન ગણપતિને ધુપદીપ કરી,ૐ ગં ગણપતયે નમો નમઃથી પુંજાય
ભારતની ભુમીપર હિંંદુ ધર્મમાં અનેકદેહથી જન્મી,પ્રભુ પવિત્રકૃપા કરી જાય
જગતમાં ભગવાનના અનેકદેહની પુંજા.ઘરમાં અને મંદીરમાં શ્રધ્ધાથી કરાય
....પરમાત્માના પવિત્રદેહથી કૃપામળે દેહને,જ્યાં શ્રધ્ધાથી ભક્તિરાહે પુંજન કરાય.
જીવનેમળેલ માનવદેહપર પ્રભુની કૃપા,જે દેહના પરિવારપર કૃપા કરી જાય
જગતમાં મળેલદેહના ભાગ્યવિધાતા શ્રી ગણેશછે,જે વિઘ્નહર્તા પણ કહેવાય
શ્રધ્ધા રાખીને માનવદેહના ઘરમાં,ધુપ દીપથી જ્યોત પ્રગટાવી પુંજન કરાય
જીવનમાં કોઇપણ અશુભ પ્રસંગ નામળે,જ્યાં ગણપતિને પુંજાકરી વંદનથાય 
....પરમાત્માના પવિત્રદેહથી કૃપામળે દેહને,જ્યાં શ્રધ્ધાથી ભક્તિરાહે પુંજન કરાય.
###############ૐૐૐ>>>>>>>>ૐૐૐ<<<<<<<<<ૐૐૐ#############