August 30th 2021

પવિત્ર શક્તિદાતા

**know story behind lord shiv clothes Sits On Tiger Skin**
.          .પવિત્ર શક્તિદાતા

તાઃ૩૦/૮/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પરમાત્માની પાવનકૃપા મળે માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી ભક્તિ કરાય
પવિત્રશક્તિદાતા શંકરભગવાન છે,જેમને ૐ નમઃ શિવાયથી પુંજાય
....ભક્તિકરતા માનવદેહપર પ્રભુનીકૃપાથાય,જે જીવનમાં સુખ આપી જાય.
શ્રીભોલેનાથ પરમકૃપા ભક્તોપરકરે,જે મળેલદેહથી પવિત્રભક્તિ થાય 
કુદરતનીઆકૃપા જગતપર જે પ્રભુના,અનેકદેહથી ભારતમાં જન્મીજાય
ભારતની ભુમીજ જગતમાં પવિત્રછે,એ મળેલદેહને મુક્તિ આપી જાય
પ્રભુના અનેકદેહમાં શંકરભગવાન,ખુબજ પ્રેમાળછે જેપુંજાથી મળીજાય
....ભક્તિકરતા માનવદેહપર પ્રભુનીકૃપાથાય,જે જીવનમાં સુખ આપી જાય.
પવિત્રગંગા નદીને જટાથી વહાવી ભારતમાં,એ દેશને પવિત્રકરી જાય
શ્રધ્ધાથી ભક્તિ કરતા મળેલદેહને,કૃપાએ સમયેદેહને મુક્તિ મળીજાય
અદભુતકૃપાછે શંકરભગવાનની ભક્તોપર,સંગે પાર્વતીમાતાનીકૃપા થાય
પવિત્રકર્મથી જીવનજીવતા મળેલદેહના,જીવથી જન્મમરણથીછુટી જવાય 
....ભક્તિકરતા માનવદેહપર પ્રભુનીકૃપાથાય,જે જીવનમાં સુખ આપી જાય.
==========================================================
August 30th 2021

વાંસળી વગાડી

કોણ હતું 'તે' જેને શ્રી કૃષ્ણ રાધાજી કરતા પણ વધારે પ્રેમ કરતાં હતા..? જાણો આ રહસ્યમય કથા – Global Bazaar
.           .વાંસળી વગાડી    

તાઃ૩૦/૮/૨૦૨૧  (જન્મદીવસ) પ્રદીપ બ્રહ્મભટ્ટ 
   
પરમકૃપાળુ દેહ છે જગતમાં,જે માતા દેવકીના પુત્ર શ્રીકૄષ્ણ કહેવાય
પિતા વાસુદેવના લાડલા દીકરા,પ્રભુકૃપાએ મથુરામાં એજન્મ લઈજાય
....વાંસળી વગાડી વ્હાલાભક્તોને જાણકરી,આજે તેમનો જન્મદીવસ ઉજવાય.
પવિત્રદેહ મળ્યો માતાપિતાની કૃપાએ,જે પરમાત્માના દેહથી ઓળખાય
જગતમાં એકૃષ્ણ સંગે કનૈયા કહેવાય,સમયે ગોવિંદઅને ગોપાલ કહેવાય
હિંદુધર્મમાં દ્વારકાધીશ અને મનમોહન કૃષ્ણ થયા,સંગે મુરલીધર કહેવાય
એવા વ્હાલાએ આજે જન્મ દીવસે,વાંસળી વગાડી જે ભક્તોને સંભળાય
....વાંસળી વગાડી વ્હાલાભક્તોને જાણકરી,આજે તેમનો જન્મદીવસ ઉજવાય.
અવનીપર મળેલદેહથી નાકદી સમયનેપકડાય,પણ હિંદુધર્મમાં યાદ રખાય
પવિત્રશ્રાવણમાસ છે જેમાં શ્રાવણવદઆઠમે,શ્રીકૃષ્ણ મથુરામાં જન્મી જાય
ભારતનીધરતીને પવિત્રકરવા ભગવાન,અનેકદેહથી જન્મલઈ પવિત્રકરીજાય
એપરમકૃપા પરમાત્માની કહેવાય,જે દુનીયામાંં ભારતદેશમાં જન્મ લઈજાય
....વાંસળી વગાડી વ્હાલાભક્તોને જાણકરી,આજે તેમનો જન્મદીવસ ઉજવાય.
#############################################################