August 9th 2021

પવિત્ર ભોલેનાથ

**ભોલેનાથ પાસેથી ઇચ્છિત વરદાન મેળવવા માટે, શ્રાવણ મહિનાના સોમવારે આ ઉપાય કરો, તમારી સમસ્યાનો અંત આવશે | Hindustan Mirror** 
.          .પવિત્ર ભોલેનાથ

તાઃ૯/૮/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ 
  
પરમકૃપાળુ પરમાત્મા હિંદુધર્મમાં પુંજાય,એ પવિત્રપ્રેમાળ ભોલેનાથ કહેવાય
અનેકનામથી પ્રભુનીશ્રધ્ધારાખતા,હરહર મહાદેવ સંગે બમબમભોલેથીપુંજાય
....એવા પવિત્ર વ્હાલા શંકર ભગવાન છે,જે પાર્વતીપતિ મહાદેવથીય ઓળખાય.
હિંદુધર્મના પવિત્ર શ્રાવણમહીનાના પ્રથમસોમવારે,ભક્તિકરતાકૃપા મળીજાય
મળેલ માનવદેહને પરમાત્માની કૃપાએ,ભારતમાં જન્મેલ દેવદેવીની પુંજાથાય
પવિત્ર દેશ કરવા ભગવાનની પ્રેરણાએ,અનેકદેહથી જન્મલઈને કૃપાકરીજાય
અવનીપરનુ આગમન એ પ્રભુનીકૃપા,જે જીવના ગતજન્મના કર્મથી મેળવાય
....એવા પવિત્ર વ્હાલા શંકર ભગવાન છે,જે પાર્વતીપતિ મહાદેવથીય ઓળખાય.
પરમાત્માએ અવનીપર જન્મથી દેહલીધો,જે અવનીપરના જીવને સ્પર્શી જાય
માનવદેહને જીવનમાં કર્મનો સંબંધ,એ નિખાલસ ભાવનાથી જીવતા સમજાય
અનેકદેહથી આગમનજીવનુ અવનીપર,માનવદેહ એપરમાત્માની કૃપા કહેવાય
શ્રધ્ધાભાવનાથી ભગવાનની ધુપદીપથી પુંજાકરતા,જીવનેઅંતે મુક્તિ મળીજાય
....એવા પવિત્ર વ્હાલા શંકર ભગવાન છે,જે પાર્વતીપતિ મહાદેવથીય ઓળખાય.
=================================================================

,

August 9th 2021

પવિત્ર મહિનો

**શ્રાવણ મહિનામાં આવી રીતે કરો ભગવાન શિવની આરાધના, જાણો શિવ મંત્ર અને ચાલીસા. |**
.           .પવિત્ર મહિનો

તાઃ૯/૮/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ  

હિંદુધર્મમાં પવિત્ર મહિનો એ શ્રાવણ માસ,જે ધાર્મીકકર્મ કરાવી જાય
શરૂથયો પવિત્રમહિનો આજે,શંકર ભગવાનના સોમવારથી આવીજાય
.....એ પવિત્રકૃપા પરમત્માની,જે હિંદુધર્મમાં પવિત્રમાસે શ્રધ્ધાથી પુંજન કરાય.
ભારતમાં અનેકદેહથી પરમાત્માએ જન્મલીધો,જે ભુમી પવિત્ર કરી જાય
માનવદેહથી જન્મલીધો એપવિત્રકૃપા કહેવાય,જે જીવને સમયે સમજાય
દુનીયામાં પવિત્રધરતી ભારતની છે,એ જીવને મળેલદેહને સુખઆપીજાય
જગતમાં થયેલ કર્મનોસંબંધ જીવને,જે જીવને જન્મમરણથી મળતો જાય
.....એ પવિત્રકૃપા પરમત્માની,જે હિંદુધર્મમાં પવિત્રમાસે શ્રધ્ધાથી પુંજન કરાય.
પરમકૃપાળુ શંકરભગવાન છે,એમને બમ બમ ભોલે મહાદેવથી વંદનથાય
શંકરભગવાનનો પરિવાર ખુબપવિત્રછે,જે પવિત્રપત્નિ પાર્વતીથી મેળવાય
પવિત્રસંતાન શ્રીગણેશ એમાનવદેહના,ભાગ્યવિધાતા અને વિધ્નહર્તા થાય
માતાપિતાના પવિત્ર આશિર્વાદથી,શ્રીગણેશને રિધ્ધીસિધ્ધી પત્નિમળીજાય
.....એ પવિત્રકૃપા પરમત્માની,જે હિંદુધર્મમાં પવિત્રમાસે શ્રધ્ધાથી પુંજન કરાય.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
August 9th 2021

શ્રી શંકર ભગવાન

**શિવજીનાં 108 નામોનું રોજ સ્મરણ કરવાથી પુણ્યમાં વધારો થતો જાય છે...– News18 Gujarati**

.        .શ્રી શંકર ભગવાન

તાઃ૯/૮/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પવિત્રશક્તિશાળી દેહ લીધો ભારતમાં,જે શ્રી શંકર ભગવાનથીજ ઓળખાય
ભારતની ભુમીને પવિત્રકરવા પરમાત્માએ દેહલીધો,જે ભક્તોપર કૃપાકરીજાય
....અજબશક્તિશાળી ભોલેનાથ પણ કહેવાય,એ ૐ નમઃ શીવાયથી પુંજન કરાય.
પવિત્રકૃપા ભારતપરજે માથાથી,ગંગાનદીને વહાવી જે પવિત્રગંગાજળદઈ જાય
ગંગાજળથી માનવદેહના જીવને મુક્તિ મળી જાય,જે જન્મમરણથી છોડી જાય
પરમકૃપાળુ શંકર બગવાન છે,જે હિમાલયની પુત્રી પાર્વતીના પતિદેવ કહેવાય
હિંદુધર્મ જગતમાં પવિત્ર ધર્મ કહેવાય,એ ધર્મમાં પ્રભુ અનેકદેહથી જન્મી જાય
....અજબશક્તિશાળી ભોલેનાથ પણ કહેવાય,જેમની ૐ નમઃ શીવાયથી પુંજન કરાય.
માતા પાર્વતીને પવિત્રપ્રેમ મળ્યો પતિદેવનો,જે પવિત્રસંતાનોને જન્મ આપીજાય
પ્રથમસંતાન શ્રીગણેશ થયા હિંદુધર્મમાં,એ વિઘ્નહર્તા સંગે ભાગ્યવિધતા કહેવાય
પવિત્રકૃપાળુ થયા સિધ્ધીવિનાયકથી ભક્તોપર,એ રિધ્ધીસિધ્ધીના પતિ થઈજાય
પાર્વતીમાતાના બીજા સંતાન કાર્તિકેય થયા,અને દીકરી અશોકસુંદરી જન્મીજાય
....અજબશક્તિશાળી ભોલેનાથ પણ કહેવાય,જેમની ૐ નમઃ શીવાયથી પુંજન કરાય.
હિંદુધર્મમાં શ્રાવણમાસ એ પવિત્રમહિનો છે,જેમાં શ્રધ્ધાથી ભક્તો પુંજા કરી જાય
સોમવાર એજ શંકર ભગવાનનો દીવસ છે,જેમાં શિવલીંગપર દુધ અર્ચનાજ કરાય
મળેકૃપા પ્રભુની માનવદેહને જે ભારતમાં,પ્રભુએ લીધેલદેહની શ્રધ્ધાથી પુંજા કરાય
શ્રધ્ધાથી જીવનજીવતા ભક્તોપર કૃપા કરવા,ઘરના આંગણે આવી કૃપા કરી જાય
....અજબશક્તિશાળી ભોલેનાથ પણ કહેવાય,જેમની ૐ નમઃ શીવાયથી વંદન કરાય.
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@