August 9th 2021

શ્રી શંકર ભગવાન

**શિવજીનાં 108 નામોનું રોજ સ્મરણ કરવાથી પુણ્યમાં વધારો થતો જાય છે...– News18 Gujarati**

.        .શ્રી શંકર ભગવાન

તાઃ૯/૮/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પવિત્રશક્તિશાળી દેહ લીધો ભારતમાં,જે શ્રી શંકર ભગવાનથીજ ઓળખાય
ભારતની ભુમીને પવિત્રકરવા પરમાત્માએ દેહલીધો,જે ભક્તોપર કૃપાકરીજાય
....અજબશક્તિશાળી ભોલેનાથ પણ કહેવાય,એ ૐ નમઃ શીવાયથી પુંજન કરાય.
પવિત્રકૃપા ભારતપરજે માથાથી,ગંગાનદીને વહાવી જે પવિત્રગંગાજળદઈ જાય
ગંગાજળથી માનવદેહના જીવને મુક્તિ મળી જાય,જે જન્મમરણથી છોડી જાય
પરમકૃપાળુ શંકર બગવાન છે,જે હિમાલયની પુત્રી પાર્વતીના પતિદેવ કહેવાય
હિંદુધર્મ જગતમાં પવિત્ર ધર્મ કહેવાય,એ ધર્મમાં પ્રભુ અનેકદેહથી જન્મી જાય
....અજબશક્તિશાળી ભોલેનાથ પણ કહેવાય,જેમની ૐ નમઃ શીવાયથી પુંજન કરાય.
માતા પાર્વતીને પવિત્રપ્રેમ મળ્યો પતિદેવનો,જે પવિત્રસંતાનોને જન્મ આપીજાય
પ્રથમસંતાન શ્રીગણેશ થયા હિંદુધર્મમાં,એ વિઘ્નહર્તા સંગે ભાગ્યવિધતા કહેવાય
પવિત્રકૃપાળુ થયા સિધ્ધીવિનાયકથી ભક્તોપર,એ રિધ્ધીસિધ્ધીના પતિ થઈજાય
પાર્વતીમાતાના બીજા સંતાન કાર્તિકેય થયા,અને દીકરી અશોકસુંદરી જન્મીજાય
....અજબશક્તિશાળી ભોલેનાથ પણ કહેવાય,જેમની ૐ નમઃ શીવાયથી પુંજન કરાય.
હિંદુધર્મમાં શ્રાવણમાસ એ પવિત્રમહિનો છે,જેમાં શ્રધ્ધાથી ભક્તો પુંજા કરી જાય
સોમવાર એજ શંકર ભગવાનનો દીવસ છે,જેમાં શિવલીંગપર દુધ અર્ચનાજ કરાય
મળેકૃપા પ્રભુની માનવદેહને જે ભારતમાં,પ્રભુએ લીધેલદેહની શ્રધ્ધાથી પુંજા કરાય
શ્રધ્ધાથી જીવનજીવતા ભક્તોપર કૃપા કરવા,ઘરના આંગણે આવી કૃપા કરી જાય
....અજબશક્તિશાળી ભોલેનાથ પણ કહેવાય,જેમની ૐ નમઃ શીવાયથી વંદન કરાય.
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@

 

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment