August 11th 2021

પવિત્ર માતાની કૃપા


.          .પવિત્ર માતાની કૃપા

તાઃ૧૧/૮/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ 
  
હિંદુધર્મમાં પવિત્ર શ્રાવણ માસ છે,એ મહિનામાં શ્રધ્ધાથી ભક્તિપુંજા કરાય
પવિત્ર માસમાં હિંદુધર્મમાં મળેલ માનવદેહથી,પરમાત્માના દેહની પુંજા થાય
....પરમપવિત્ર દેવ દેવીઓથી ભારતમાં જન્મલીધો પ્રભુએ,જે પવિત્ર ભુમી કરી જાય.
જીવને માનવદેહ મળે એપરમાત્માની કૃપા,જે મળેલદેહને અનેકરાહે લઈજાય
કર્મનોસંબંધ જીવને જેદેહને જન્મમરણ આપીજાય,પ્રભુનીભક્તિ કૃપાકરી જાય
અનેકદેહથી પરમાત્માએ દેહલીધા.જે અવનીપર માનવદેહને સુખ આપીજાય
પવિત્ર લક્ષ્મીમાતાની કૃપા માનવદેહપર,જે જીવનમાં અનંતઆનંદ મળી જાય
....પરમપવિત્ર દેવ દેવીઓથી ભારતમાં જન્મલીધો પ્રભુએ,જે પવિત્ર ભુમી કરી જાય.
જગતમાં પવિત્રહિંદુધર્મછે જેમાં પરમાત્મા જન્મલઈ,માનવદેહને પ્રેરણાકરીજાય
જીવને મળેલદેહ એગતજન્મના કર્મથી મેળવાય,પ્રભુનીકૃપાએ મુક્તિ મળીજાય
કુદરતની આપવિત્રલીલા અવનીપર,લક્ષ્મીમાતાની કૃપાએ દેહને સુખમળી જાય
એ અદભુત કૃપાળુમાતા છે હિંદુ ધર્મમાં,જે જગતમાં ધનલક્ષ્મી માતાય કહેવાય  
....પરમપવિત્ર દેવ દેવીઓથી ભારતમાં જન્મલીધો પ્રભુએ,જે પવિત્ર ભુમી કરી જાય.
===================================================================

August 11th 2021

કૃપા કરી પધારો

**લક્ષ્મી માતાની આરતી | જય મહાકાળી માં !** 
.          .કૃપા કરી પધારો 

તાઃ૧૧/૮/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પરમપવિત્ર કૃપાળુ માતા હિંદુ ધર્મમાં,જ્યાં માતા ધનલક્ષ્મીથી શ્રધ્ધાએ પુંજાય
પવિત્રકૃપા કરી અમારે ઘેર પધારો શ્રી લક્ષ્મીમાતા,અમારુ જીવન પવિત્ર થાય
.....ધુપદીપથી લક્ષ્મીમાતાનુ પુંજન કરી,આગણે આવી વંદનકરી આગમન કરાય.
શ્રધ્ધા અને વિશ્વાસ પારખી મારાવ્હાલા લક્ષ્મીમાતા,ઘરમાં પ્રેમથીઆવી જાવ
જગતમાં ખુબજ પ્રેમાળ વિષ્ણુ ભગવાનના પત્નિ,એ અમારામાતાજી કહેવાય
આંગણે આવો માતાજી અમારી શ્રધ્ધા પારખી,મળેલદેહ પર કૃપાજ કરીજાવ
માનવદેહના જીવનમાં ધનની પવિત્રકૃપા થાય,જે માતાની પવિત્રકૃપા કહેવાય
.....ધુપદીપથી લક્ષ્મીમાતાનુ પુંજન કરી,આગણે આવી વંદનકરી આગમન કરાય.
જગતમાં ભારતથી હિંદુધર્મ એ પવિત્રધર્મ છે,જ્યાં પ્રભુ અનેકદેહથી જન્મીજાય
દેવ અને દેવીઓથી જન્મ લીધો,જેમની પવિત્રભાવનાથી જીવનમાં પુંજા કરાય 
મળેલ માનવદેહથી જીવનમાં ભક્તિકરતા,પ્રભુની કૃપાએ જીવને મુક્તિમળીજાય
જીવનમાં પવિત્રકૃપા મળે લક્ષ્મીમાતાની,જે મળેલદેહને તનમનધન આપી જાય
.....ધુપદીપથી લક્ષ્મીમાતાનુ પુંજન કરી,આગણે આવી વંદનકરી આગમન કરાય.
#################################################################