September 4th 2021

પવિત્રદેહ લીધો

**બે પુત્રો શિવાય ભગવાન શિવજીને પુત્રી પણ હતી,જાણો તેમની પુત્રી વિશે | હું  ગુજરાતી**
.          .પવિત્રદેહ લીધો

તાઃ૪/૯/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ 

જગતમાં પરમકૃપા પરમાત્માની,જે ભારતની ધરતીને પવિત્ર કરી જાય
અનેક પવિત્રદેહથી જન્મલીધો ભારતમાં,એ ભક્તોને ભક્તિ આપીજાય
....મળેલદેહને પ્રભુનીકૃપા મળે,જ્યાં શ્રધ્ધાથી પુંજાકરતા જીવપર કૃપા થાય.
પરમશક્તિશાળી દેહ લીધો ભારતમાં,જે પવિત્ર શંકર ભગવાન કહેવાય
ભારતનીધરતીને પવિત્રકરી,જ્યાં જટાથી પવિત્ર ગંગાનદીને વહાવી જાય
પરમકૃપાળૂ સ્વરૂપ હતુ ભગવાનનુ,જેમને હિમાલયની પુત્રી પરણી જાય
શંકર ભગવાનની પુંજા કરતા,પત્નિ પાર્વતીમાતાને વંદન કરીને પુંજાથાય
....મળેલદેહને પ્રભુનીકૃપા મળે,જ્યાં શ્રધ્ધાથી પુંજાકરતા જીવપર કૃપા થાય.
પવિત્રકૃપાળુ શંકરભગવાન છે,જેમને ભોલેનાથ સંગે મહદેવ પણ કહેવાય
શિવલીંગ પર ૐ નમઃ શિવાયથી દુધ અર્ચના કરતા,પ્રભુની કૃપામેળવાય
સંતાન શ્રીગણેશથયા માતાપાર્વતીથી,જે વિઘ્નહર્તા ભાગ્યવિધાતા કહેવાય
હિંદુધર્મમાં એ પવિત્રદેહ છે અવનીપર,રિધ્ધી સિધ્ધીએ પત્નીઓ થઈજાય
....મળેલદેહને પ્રભુનીકૃપા મળે,જ્યાં શ્રધ્ધાથી પુંજાકરતા જીવપર કૃપા થાય.
પવિત્ર માબાપના આશિર્વાદથી શ્રીગણેશને,ધર્મમાં ભાગ્યવિધાતા કહેવાય 
પરમાત્માએ અનેકદેહલીધા ભારતમાં,જે હિંદુધર્મને જગતમાં પવિત્રકરીજાય
જગતમાં પ્રભુએ લીધેલદેહની પુંજા ભક્તોથીથાય,જે પવિત્રધર્મ બતાવીજાય
ભારતને પવિત્રદેશથી જગતમાં ઓળખાય,જ્યાં પરમાત્માની પાવનકૃપાથાય 
....મળેલદેહને પ્રભુનીકૃપા મળે,જ્યાં શ્રધ્ધાથી પુંજાકરતા જીવપર કૃપા થાય.
############################################################

.