September 7th 2021

પવિત્રરાહ જીવનની

 મેળવવા માંગો છો સરસ્વતી માતાની કૃપા? તો વસંત પંચમીના દિવસે આ 5 કામ કરવાનું ન ભૂલો. | 
.         .પવિત્રરાહ જીવનની  

તાઃ૭/૯/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પવિત્રપ્રેમ મળે કલમપ્રેમીઓનો જીવનમાં,જે પવિત્રકલમથી અનુભવાય
પાવનકુપા મળે સરસ્વતી માતાનો,એ પવિત્રરચનાઓથી કલમ પકડાય
.....એ પવિત્રરાહ મળે જીવનમાં,જે સમયસંગે ચાલતા કલમથી રચના થાય.
કલમપ્રેમીઓનો પવિત્રપ્રેમ મળે હ્યુસ્ટનમાં,જે કલમથી પવિત્રરાહે ચલાય
મળે સમયનો સંગાથ માનવદેહને,એ માતાની અદભુતકૃપાથી મળી જાય
પવિત્ર નિખાલસપ્રેમ મળે જીવનમાં,જે કલમનીકેડી પ્રેમાળથીજ મેળવાય
નાકોઇ આશા જીવનમાં રહે કે નાકોઇ અપેક્ષા રખાય,એ કૃપા કહેવાય
.....એ પવિત્રરાહ મળે જીવનમાં,જે સમયસંગે ચાલતા કલમથી રચના થાય.
જીવને મળેલદેહને સમયસાથે ચાલતા,મળેલદેહની માનવતા પ્રસરતી જાય
પરમકૃપા માતાની મળે સંગે કલમપ્રેમીઓની,જે પ્રેરણા મળે સમયે ચલાય
અજબલીલા કુદરતની જગતપર છે,નાકદીય તેનાથી કોઇદેહથી દુરરહેવાય
પવિત્રકૃપા મળે પરમાત્માની માનવદેહને,એ સમયની સાથે દેહને લઈજાય
.....એ પવિત્રરાહ મળે જીવનમાં,જે સમયસંગે ચાલતા કલમથી રચના થાય.
#############################################################

	
September 7th 2021

પવિત્ર કૃપા મળી

*જયારે માતા પાર્વતીએ આપ્યો શિવ, વિષ્ણુ, નારદ, કાર્તિકેય અને રાવણને શ્રાપ, જાણો પછી શું થયું. | Dharmik Topic* 
.          .પવિત્ર કૃપા મળી

તાઃ૭/૯/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પવિત્રકૃપા મળી ગજાનંદ શ્રીગણેશની,જે માનવજીવનમાં પવિત્રરાહઆપી જાય
પાવનરાહે જીવન જીવતા માનવદેહપર,પરમાય્માની પાવનકૃપા પણ થઈ જાય
....ભગવાને પવિત્રદેહલીધો ભારતદેશમાં,એ શ્રીગણેશના પિતા શંકરભગવાન કહેવાય.
જગતમાં હિંદુધર્મમાં ભાગ્યવિધાતા,અને વિધ્નહર્તાથી ઓળખાયએ કૃપાકહેવાય
પવિત્રસંતાનથી જન્મ લીધો માતા પાર્વતીથી,જે પવિત્ર શક્તિશાળીય થઈ જાય
જીવને મળેલમાનવદેહ પર પવિત્રકૃપાકરે,એ શ્રધ્ધા ભક્તિથી પવિત્રકર્મ થઈજાય
પવિત્રસંતાન શ્રી ગણેશને, ૐ ગં ગણપતયે નમો નમઃથી ધુપદીપ કરીને પુંજાય
....ભગવાને પવિત્રદેહલીધો ભારતદેશમાં,એ શ્રીગણેશના પિતા શંકરભગવાન કહેવાય.
પવિત્રકૃપા પ્રભુની હિંદુધર્મમાં,જે જીવને જન્મમળતા માનવદેહથી પવિત્રકર્મ થાય
જીવને ગતજન્મના મળેલદેહના કર્મથી,જે જીવને સમયે જન્મમરણથી અનુભવાય
ભારતની ધરતીપર જટાથી પવિત્રગંગા વહાવી,જે ભુમીને જગતમાં પવિત્રકરીજાય
પવિત્રસંતાન શ્રીગણેશ રિધ્ધીસિધ્ધીના પતિથાય,અને શુભલાભના પિતાથઈ જાય
....ભગવાને પવિત્રદેહલીધો ભારતદેશમાં,એ શ્રીગણેશના પિતા શંકરભગવાન કહેવાય.
##################################################################

 

September 7th 2021

પ્રેમાળ ભક્ત

 Shri Hanuman Chalisa… | સમન્વય
**.          .પ્રેમાળ ભક્ત         **

તાઃ૪/૯/૨૦૨૧            પ્રદીપ બ્રહ્મભટ્ટ  
 
પરમશક્તિશાળી શ્રી હનુમાન,શ્રીરામના એ પ્રેમાળ ભક્ત પણ થઇ જાય
જીવનમાં પવિત્રકર્મ શ્રીરામના કરી,પત્નિ સીતાજીને લંકામાં બતાવી જાય
.....એવા પવિત્રકર્મ જીવનમાં કરતા,હિંદુધર્મમાં એશ્રીરામના લાડલા ભક્ત થાય.
પવિત્ર હનુમાનને બજરંગબળી કહેવાય,જે હુંદુધર્મમાં ભક્તોપર કૃપાકરીજાય
અજબશક્તિશાળી એ રામના ભક્તહતા,જે રાવણની લંકાનેએ બાળી જાય
માતા અંજનીના એદીકરા થયા,જે પવનદેહના લાડલા સંતાન પણ કહેવાય
એ પવિત્રભક્ત થયા શ્રીરામના,એ ભાઇલક્ષ્મણને સંજીવનીથી બચાવી જાય
.....એવા પવિત્રકર્મ જીવનમાં કરતા,હિંદુધર્મમાં એશ્રીરામના લાડલા ભક્ત થાય.
પવિત્ર કૃપાથી પાવનભક્તિની રાહમળી,એ રામલક્ષ્મણને ખભાપર લઈ જાય
સીતાજીને શોધવા શ્રીરામને લંકા લાવીને બતાવી જાય,એ પવિત્રભક્તિ થાય 
પ્રભુએ જન્મલીધો અયોધ્યામાં શ્રીરામથી,સંગે પત્નિતરીકે સીતાજી મળી જાય
સીતામાતાનુ અપહરણ કર્યુ લંકાના રાજારાવણે,હનુમાન એલંકાને બાળી જાય
.....એવા પવિત્રકર્મ જીવનમાં કરતા,હિંદુધર્મમાં એશ્રીરામના લાડલા ભક્ત થાય.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++