September 14th 2021

પવિત્રકૃપાળુ સંતાન

**બે પુત્રો શિવાય ભગવાન શિવજીને પુત્રી પણ હતી,જાણો તેમની પુત્રી વિશે | હું  ગુજરાતી**
.          .પવિત્રકૃપાળુ સંતાન 

તાઃ૧૪/૯/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ   

હિંદુધર્મમાં પવિત્ર શંકર ભગવાન,સંગે પવિત્ર માતા પાર્વતી કહેવાય
પરમ કૃપાળુ ભગવાન છે,જેમના વ્હાલા દીકરા શ્રીગણેશજી કહેવાય
.....હિંદુધર્મમાંજ શ્રી ગણેશને ભાગ્યવિધાતા,સાથે વિઘ્નહર્તાથી પુંજા કરાય.
ભારતની ધરતીને શંકરભગવાન,જન્મ લઈને હિંદુધર્મને પવિત્રકરી જાય
જટાપર પવિત્રગંગાનદીને હિમાલયથીવહાવી,જીવને મુક્તિ આપી જાય
પિતાશંકરભગવાન અને માતાપાર્વતીની,પવિત્રકૃપાએ ગણેશ જન્મીજાય
જગતમાં હિંદુધર્મમાં પરમાત્મા ભારતદેશમાં,માનવદેહથી જન્મ લઈજાય
.....હિંદુધર્મમાંજ શ્રી ગણેશને ભાગ્યવિધાતા,સાથે વિઘ્નહર્તાથી પુંજા કરાય.
જીવને માનવદેહ મળે પ્રભુની પાવનકૃપા,જે મળેલદેહને મુક્તિઆપીજાય
અદભુત કૃપાળુ શ્રી ગણેશ છે,જેમની શ્રધ્ધાથી પુંજાકરતા કૃપા મેળવાય 
પવિત્રશક્તિશાળી અને કૃપાળુ,એમના માતાપિતા ભગવાનના દેહકહેવય
શ્રીગણેશના પત્નિ રીધ્ધી સિધ્ધી થયા,સંતાન શુભ અને લાભ થઈજાય
.....હિંદુધર્મમાંજ શ્રી ગણેશને ભાગ્યવિધાતા,સાથે વિઘ્નહર્તાથી પુંજા કરાય.
###########################################################