September 21st 2021

જય શ્રી ગણેશ

**Jay Shri Ganesh Photo Gallery | Jay Shri Ganesh Photos | જય શ્રી ગણેશ ફોટોગેલેરી*
.          જય શ્રી ગણેશ

તાઃ૨૧/૯/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ    

પવિત્ર હિંદુ ધર્મમાં ભાગ્યવિધાતા,જે ગૌરીનંદન શ્રી ગણેશજી કહેવાય 
મળેલ માનવદેહપર પરમકૃપાળુ છે,જે વિઘ્નહર્તા ભોલેનાથના પુત્ર છે
....એ વ્હાલા સંતાન શંકરભગવાનના,જે માતા પાર્વતીના પુત્ર પણ કહેવાય.
જગતમાં માવનદેહને પવિત્ર ધાર્મિક પ્રસંગમાં,શ્રી ગણેશની પુંજા કરાય
હિંદુ ધર્મમાં શ્રીગણેશ એ ભાગ્યવિધાતા,સંગે વિઘ્નહર્તાથી પુંજન કરાય
પવિત્ર શક્તિશાળી એસંતાન છે,જે રિધ્ધીસિધ્ધીના પતિદેવ પણકહેવાય
હિંદુધ્ર્મમાં પરમકૃપાળુ શંકર ભગવાન છે,જે ભારતદેશમાં જન્મલઈ જાય
....એ વ્હાલા સંતાન શંકરભગવાનના,જે માતા પાર્વતીના પુત્ર પણ કહેવાય.
માનવદેહને શ્રધ્ધાથી ભક્તિ કરવા,અનેકદેહથી જન્મ લઈ પ્રેરણા કરીજાય
પવિત્રગંગા નદીને વહાવી હિમાલયથી,જે ભારતદેશને પવિત્રદેશકરી જાય
ૐ ગં ગણપતયે નમો નમઃથી પુંજાકરતા,જીવને મળેલદેહને સુખમળીજાય
શ્રી ગણપતિના સંતાન શુભ અને લાભની,કૃપા મળતા જીવન પવિત્રથાય
....એ વ્હાલા સંતાન શંકરભગવાનના,જે માતા પાર્વતીના પુત્ર પણ કહેવાય.
############################################################
September 21st 2021

મા પાવાતે ગઢથી

**ચપટી ભરી ચોખા - Kavi Jagat**
.          મા પાવાતે ગઢથી

તાઃ૨૧/૯/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ  

તાલીપાડીને ગરબે ઘુમતા ભક્તોની,શ્રધ્ધાભક્તિ પારખી કૃપા મળતી થાય
શ્રધ્ધાથી ગરબેઘુમતા ભક્તોપર કૃપા કરવા,મા પાવાતે ગઢથી આવી જાય
.....એ પવિત્રકૃપાળુ કાળકા માતાજ છે,જે પાવાગઢથી આશિર્વાદ આપી જાય.
ભક્તોને અનંતશ્રધ્ધા મળી કૃપાળુમાતાની,એ તાલીપાડી ગરબેઘુમાવી જાય
પાવનકૃપા મળતા ભક્તોને તાલીઓના તાલ,સંગે ગરબેઘુમી ગરબા ગવાય
નવરાત્રીના પવિત્ર દીવસે ધુપદીપ કરી,સાંજે ગરબારમી માતાને વંદનકરાય
ઢોલનગારાનો સાથરાખી ગરબારમતા,માનવદેહપર કાળકામાતાની કૃપાથાય
.....એ પવિત્રકૃપાળુ કાળકા માતાજ છે,જે પાવાગઢથી આશિર્વાદ આપી જાય.
ભક્તોને જીવનમાં પવિત્રરાહમળે કૃપાએ,જે પવિત્રદીવસે માતાને વંદન થાય
તાલીઓના તાલે માતાને વંદન કરવા,શ્રધ્ધાએ ગરબેઘુમીને માતાને પુંજાથાય
પરમ શક્તિશાળી માતા છે એ પાવાગઢથી આવી,ભક્તોપર કૃપા કરી જાય
ગરબે ઘુમી તાલી પાડતા પવિત્રકૃપા મળે,જે માતાનો પવિત્રપ્રેમ આપી જાય
.....એ પવિત્રકૃપાળુ કાળકા માતાજ છે,જે પાવાગઢથી આશિર્વાદ આપી જાય.
================================================================