September 23rd 2021

સમજણ સમયની

**આજે પૂર્ણ થશે તમારી દરેક ઈચ્છાઓ અને વરસશે પ્રભુ શ્રી કૃષ્ણની કૃપા, બસ કરી  લો રાતે સુતા પહેલા આ મંત્રનું મંત્રોચ્ચારણ અને નજરે જુઓ ફરક ...**
.         .સમજણ સમયની   

તાઃ૨૩/૯/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પરમાત્માની પવિત્રકૃપા અવનીપર,જે અનેકસમયથી દેહને મળી જાય
માનવદેહપર સમયની સાથે ચાલતા,અનેકજન્મથી જીવને મળતી જાય
....અવનીપર અનેકદેહનો સંબંધ છે,જે જીવને સમયની સાથે મળતો જાય.
કુદરતની આલીલા જગતપર અનેકસમયથી,જે દેહ મળે સમજાઈ જાય
અનેકદેહનો સંબંધ જીવને ધરતીપર,માનવદેહ એ પ્રભુની કૃપા કહેવાય
મળેલ માનવદેહને સમયની સમજણ મળે,જ્યાં પરમાત્માની કૃપા થાય
અવનીપરનુ આગમન એજ ગતજન્મના,થયેલકર્મથીજ જીવને મળી જાય
....અવનીપર અનેકદેહનો સંબંધ છે,જે જીવને સમયની સાથે મળતો જાય.
પરમાત્માની પવિત્રકૃપા થઈ,ઍ ભારતદેશમાં પવિત્રદેહથી જન્મલઈ જાય
અનેકદેહથી કૃપા કરી ભારતથી,જે અનેકદેહમાં પ્રભુનીપુંજા કરાવી જાય
માનવદેહને સમયની સમજણપડી,એ ઘરમાં ધુપદીપથી પ્રભુને વંદનથાય
જીવના મળેલદેહને પરિવારનો સંગાથમળે,જે પ્રભુની કૃપા અપાવી જાય
....અવનીપર અનેકદેહનો સંબંધ છે,જે જીવને સમયની સાથે મળતો જાય.
===========================================================