September 12th 2021

પવિત્ર નિખાલસ પ્રેમ

**આ તારીખેે છે વસંત પંચમી, ભૂલ્યા વગર આ સારા દિવસે કરો...**
.          .પવિત્ર નિખાલસપ્રેમ

તાઃ૧૨/૯/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ 
 
કલમપ્રેમીઓને માતાની કૃપાએ,હ્યુસ્ટનમાં નિખાલસ પ્રેમથી પ્રેરણા થાય
મળેલ માનવદેહને કલમની પવિત્ર રાહ મળે,જે થયેલ રચનાથી સમજાય
....એ પવિત્ર નિખાલસપ્રેમ મળે જીવનમાં,એ મળેલદેહનો જન્મપવિત્ર કરી જાય.
કલમની પાવનરાહ મળે માતા સરસ્વતીની કૃપાએ,જે પવિત્રપ્રેમ મેળવાય
સમયની સાથે ચાલતા જીવનમાં,કલમ પ્રેમીઓના પ્રેમથી સમયને સમજાય
શ્રધ્ધારાખી પરમાત્માની ભક્તિકરતા,જીવનમાં નાઆશા ના અપેક્ષા રખાય
પવિત્રજીવનનીરાહ મળે માનવદેહને,જે મળેલદેહના જીવને સુખઆપી જાય
....એ પવિત્ર નિખાલસપ્રેમ મળે જીવનમાં,એ મળેલદેહનો જન્મપવિત્ર કરી જાય.
કુદરતની પવિત્રલીલા અવનીપર,જે જીવનેસમયે માનવદેહથીજન્મ મળી જાય
જીવને ગતજન્મના દેહના કર્મથી આગમન મળે,ના કોઇ દેહથી કદી છટકાય
પાવનરાહે જીવન જીવવા કૃપા થાય,જે સત્કર્મની પવિત્ર જ્યોત પ્રગટાવ જાય
પવિત્રપ્રેમ કલમપ્રેમીઓનો મળે રચનાઓથી,જે માતાની પાવનકૃપાજ કહેવાય
....એ પવિત્ર નિખાલસપ્રેમ મળે જીવનમાં,એ મળેલદેહનો જન્મપવિત્ર કરી જાય.
================================================================
September 12th 2021

પવિત્રમાતાની કૃપા

**આ જગ્યાએ થયું હતું માં દુર્ગા અને મહિષાસુર નું યુદ્ધ, આજે પણ જોવા મળે છે તે  અશુર ના ચિહ્નો - MT News Gujarati**
.         .પવિત્રમાતાની કૃપા

તાઃ૧૨/૯/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ 
  
પવિત્ર ભાવનાથી શ્રધ્ધા રાખતા,મળેલદેહપર માતાની પવિત્રકૃપા થાય
હિંદુધર્મમાં પવિત્રજ્યોત પ્રગટે માતાની,મળેલદેહથી પવિત્રરાહ મેળવાય 
.....પવિત્રકૃપાળુ દુર્ગામાતા હિંદુધર્મમાં,જ્યાં શ્રધ્ધારાખીને માતાની પુંજા કરાય.
જીવને મળેલ માનવદેહ એ પરમાત્માની કૃપા,જે નશીબથી હિંદુ થવાય
દુનીયામાં પવિત્રહિંદુ ધર્મછે,જે ભારતદેશમાં પ્રભુનાદેહથી જન્મ લઈજાય
પરમાત્મા અનેકદેહથી ભારતમાં જન્મી જાય,એ ધરતી પવિત્ર કરી જાય
દુર્ગામાતાનો પવિત્રદેહ છે,જેમને ૐ હ્રીમ દુર્ગેદુર્ગે રક્ષ્મી સ્વાહાથી પુંજાય
.....પવિત્રકૃપાળુ દુર્ગામાતા હિંદુધર્મમાં,જ્યાં શ્રધ્ધારાખીને માતાની પુંજા કરાય.
જગતમાં જીવનુઆગમન દેહથીથાય,જે જીવને ગતજન્મના કર્મથી મેળવાય
મળેલદેહને જીવનમાં પાવનરાહ મળે,એજ પરમાત્માની પાવનકૃપા કહેવાય
જીવનમાં શ્રધ્ધાથી પ્રભુનાદેહની પુંજા કરાય,જે મળેલજન્મ સાર્થક કરીજાય
માતાની પવિત્રકૃપાએ મળેલદેહને ભક્તિરાહ મળે,જીવને મુક્તિ આપી જાય
.....પવિત્રકૃપાળુ દુર્ગામાતા હિંદુધર્મમાં,જ્યાં શ્રધ્ધારાખીને માતાની પુંજા કરાય.
##############################################################