January 28th 2022

પવિત્રરાહે પકડજો

  વસંત પંચમીના દિવસે માં સરસ્વતીનો જન્મ થયેલો - વાંચો ક્યારે છે 2021 નું  મુહૂરત અને પૌરાણિક કથા - Gujarati News & Stories
.            પવિત્રરાહે પકડજો 

તાઃ૨૮/૧/૨૦૨૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ  

અવનીપર પરમાત્માએ અનેકદેહથી જન્મલીધા,હિંદુધર્મમાં પ્રભુથી પુંજા કરાય
પવિત્રદેવ અને દેવીઓને શ્રધ્ધાથી ધુપદીપકરી,ઘરમાં પગે લાગીને વંદન થાય
.....દેહને કલમની પવિત્રરાહ મળે,જે માતાનીકૃપાએ પ્રેમપકડીને પધારજો કહેવાય.
મળેલ માનવદેહને જીવનમાં પ્રભુની પ્રેરણા મળે,જે દેહના વર્તનથીજ દેખાય
કુદરતની આ પવિત્રલીલા જગતમાં,જ્યાં પરમાત્માની પાવનપ્રેરણા મળીજાય
અવનીપર જીવનેઅનેકદેહ મળેં,માનવદેહ એ ભગવાનની પવિત્રકૃપા કહેવાય
જીવને ગત જન્મનાદેહથી થયેલકર્મથી,અવનીપર જીવને માનવદેહ મળીજાય
.....દેહને કલમની પવિત્રરાહ મળે,જે માતાનીકૃપાએ પ્રેમપકડીને પધારજો કહેવાય.
જગતમાં કલમપ્રેમીઓનો પવિત્રપ્રેમ મળે,જે કલમચાહકોને આનંદ આપી જાય
જીવનમાં લાગણી માગણીની કોઇ જરૂર નથી,જે પ્રેમીઓને પ્રેરણા કરી જાય
કલમપ્રેમી માતા સરસ્વતીની પાવનકૃપાએ,હ્યુસ્ટનમાં માતાનોપ્રેમ મળતો જાય
અનેક રચનાઓથી સાહિત્યની રચના કરતા,અનેક રસીકોને વાંચન મળીજાય
.....દેહને કલમની પવિત્રરાહ મળે,જે માતાનીકૃપાએ પ્રેમપકડીને પધારજો કહેવાય.
##################################################################

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment