January 7th 2022
++
++
. .ભગવાનની ભક્તિ
તાઃ૭/૧/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રરાહ મળે અવનીપર જીવના મળેલદેહને,એ સમયસાથે કર્મ કરાવીજાય
મળેલ માનવદેહ એ ભગવાનનીકૃપા મળે,જ્યાં જીવનમાં પવિત્રકર્મથી જીવાય
....જીવને ગતજન્મે મળેલદેહના થયેલ કર્મથી,જગતપર જીવને સમયેદેહ મળી જાય.
મળેલ માનવદેહને પ્રભુનીકૄપા મળે,જે જીવનમાં સત્કર્મનો સંગાથ આપીજાય
ભારતની ધરતીને પવિત્ર કરવા હિંદુધર્મમાં,પરમાત્મા અનેકદેહથી જન્મી જાય
પ્રભુકૃપાએ ભગવાન દેવઅનેદેવીઓથી જન્મ્યા,જેમની ભક્તિ જીવનમાં કરાય
પરમાત્માની પુંજા ઘરમાં ધુપદીપ કરી,શ્રધ્ધારાખીને વંદન કરી અર્ચના કરાય
....જીવને ગતજન્મે મળેલદેહના થયેલ કર્મથી,જગતપર જીવને સમયેદેહ મળી જાય.
પવિત્રકૃપાએ પરમાત્માએ અનેકદેહલીધા,જેમને શ્રધ્ધાથી ભગવાન પણકહેવાય
અનેકદેહ લીધા છે ભારતમાં જેમની કૃપા પામવા,અનેક મંદીરમાંય પુંજાકરાય
શ્રધ્ધારાખી મળેલદેહને સમયને સાચવી ચાલતા,પ્રભુની પાવનકૃપાય મળીજાય
ભગવાનની પવિત્રકૃપા જગતમાં મળેલદેહને,જીવને જન્મમરણથીછટકાવી જાય
....જીવને ગતજન્મે મળેલદેહના થયેલ કર્મથી,જગતપર જીવને સમયેદેહ મળી જાય.
=================================================================
No comments yet.