January 14th 2022
**
**
.જ્યોત મળેલદેહની
તાઃ૧૪/૧/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળે કૃપા ભગવાનની માનવદેહને,જ્યાં શ્રધ્ધારાખીને જીવન જીવાય
પરમાત્માને ધુપદીપ કરીને વંદન કરતાજ,જીવનમાં સુખ મળી જાય
....મળેલ માનવદેહની જ્યોતપ્રગટે,જે મળેલદેહને ભક્તિનીરાહ આપી જાય.
કુદરતની આ પવિત્રલીલાજ કહેવાય,જે જીવનમાં પ્રેરણા કરી જાય
માનવદેહ મળે જીવને એજ પ્રભુની કૃપા,નાકોઇ અપેક્ષાએ જીવાય
જીવનમાં સમયની સાથેજ ચાલવા,મળેલદેહથી જીવનમાં કર્મ કરાય
આશા અપેક્ષાને દુર રાખવા જીવનમાં,પ્રભુને ધુપદીપકરી વંદનથાય
....મળેલ માનવદેહની જ્યોતપ્રગટે,જે મળેલદેહને ભક્તિનીરાહ આપી જાય.
જગતમાં મળેલદેહને આંગળીચીંધવા,ભગવાન અનેકદેહથી જન્મી જાય
ભારતની ધરતીને પવિત્રકરવા,પરમાત્મા જીવનનીજ્યોત પ્રગટાવી જાય
હિંદુધર્મ પવિત્રધર્મછે ભારતદેશથી,એમાનવદેહને પવિત્રરાહ આપી જાય
જીવનમાં લાગણીમોહને દુર રાખીનેજીવતા,અંતે જીવને મુક્તિમળીજાય
....મળેલ માનવદેહની જ્યોતપ્રગટે,જે મળેલદેહને ભક્તિનીરાહ આપી જાય.
=============================================================
No comments yet.