May 10th 2010

‘દીપના અંધારે’

 

@@@@@@@@@@@@@@@@@@@@@@

*__________’દીપના અંધારે’__________*

તાઃ૧૦/૫/૨૦૧૦                            પ્રદીપ બ્રહ્મભટ્ટ

સરળ વાણી ને સરળ સ્વભાવે,પ્રીત જગતની જાણી
પ્રેમથી સાચી પ્રીત કલમથી,ભઇ હ્યુસ્ટનમાં મેં માણી

સહકાર સ્નેહની નૈયા નાની,ગણતરીના જછે સહવાસી
કલમની તો અજબ કરામત,એ જ જીવનમાં  મળનારી
જન્મ સાર્થક જોવા જગે ઘુમે,ના મળે જીવને ચીનગારી
મનની વ્યાધી માળવેમુકતાં,પ્રભુદે જીવનમાં હરીયાળી

પ્રેમ પ્રેમાળથી મળે જગતમાં,જ્યાં બુધ્ધિએ જ પકડાય
કવિ,લેખકની દ્રષ્ટિપડતાં,પ્રદીપનાહાથે પેન આવીજાય
અહંમ ભાવને દુરકરતાં,સૌની કૃપામનથીમળીએ જાણી
સફળ જન્મમાં કૃપામાની,જે‘દીપના અંધારે’ થીઆણી

              ??????????????????????????

વ્હાલા વાચક મિત્રો,સ્નેહીઓ,

        હ્યુસ્ટનમાં તાઃમાર્ચ ૧૫,૨૦૧૦ ના ગુજરાત દિનની ઉજવણી
પ્રસંગે મારા સ્વરચિત ભક્તિ કાવ્યોનું પ્રથમ પુસ્તક ‘દીપના અંધારે’
નું વિમોચન થઇ રહ્યુ છે.તે પ્રસંગને મારા જીવનનો ઉત્તમ પ્રસંગ
માની ઉપરોક્ત લખાણ લખેલ છે.

તમારો સહકાર,તમારો પ્રેમ,તમારી લાગણી,તમારી દોરવણી અને
એટલે જ તમારો હું………પ્રદીપ બ્રહ્મભટ્ટ……  ખરુ ને?

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment