October 15th 2010

ઉજ્વળ કિરણ

                       ઉજ્વળ કિરણ

તાઃ૧૫/૧૦/૨૦૧૦                પ્રદીપ બ્રહ્મભટ્ટ

સદા રાખજો હેત પ્રભુથી,તો પુરણ થશે સૌ કામ
ઉજ્વળ કિરણ મળશે જીવનમાં,થઇ જશે ઉધ્ધાર
                        ……….સદા રાખજો હેત પ્રભુથી.
નામ અનેક મળશે અવનીએ,મુંઝવણ મળશે હજાર
શ્રધ્ધા રાખી એકને ભજજો,તો પુરણ થશે સૌ કામ
કળીયુગનીસીડી ઉંચી,સાચવી ચાલજો ડગલાં ચાર
મળશે સહવાસસંતનો,પળપળ જીવનમાં સચવાય
                          ……….સદા રાખજો હેત પ્રભુથી.
માળાના મણકા ના ગણવા,લેજો ભક્તિનો સંગાથ
આંગણે આવી આશીશદેશે,ના શોધવી જીવે લગાર
ઉજ્વળ જીવન ઉજ્વળ કિરણ,તરી જશો ભવ સાત
જીવને મળશે કૃપાપ્રભુની,આ જન્મ સફળ થઇજાય
                            ……..સદા રાખજો હેત પ્રભુથી.
મળે આશીશ માબાપની,ત્યાં દેહને રાહ મળી જાય
ઉજ્વળ જીવન જગે દીસે,જ્યાં ભક્તિ મનથી થાય
સિધ્ધીના સોપાન સરળ થતાં,ઉંમરાઓ ઓળંગાય
ભક્તિ કિરણ અંતરમાં મળતાં,આ દેહ પવિત્ર થાય
                        ……….સદા રાખજો હેત પ્રભુથી.

===============================

October 14th 2010

ગરબે આવ્યા

                  

___________________________________________

                               ગરબે આવ્યા

તાઃ૧૪/૧૦/૨૦૧૦                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

નોરતાની નવલી રાત્રીએ,મા કાળકા ગરબે આવ્યા
આજે  મા અંબા મા ભવાની,મા દુર્ગાને સંગે લાવ્યા
                        ………..નોરતાની નવલી રાત્રીએ.
ગરબે રમવા આવ્યા મા કાળકા,ગરબાના જોઇ તાલ
સહેલીઓનો સંગે લાવ્યા,ખોલવા આજ ભક્તિના દ્વાર
તાલીઓના તાલમાં રહીને,ગરબે ઘુમે છે નર ને નાર
કૃપા તારી મા પામવા કાજે,ઘુમતા હૈયે રાખીને હામ
                         ……….નોરતાની નવલી રાત્રીએ.
કંકુ પગલા પાડજે માડી,વિનવે નવરાત્રીએ નરનાર
ભક્તિ મનથી કરતાં આજે,લાવ્યા ધુપદીપને સંગાથ
પાયલ નો ઝંકાર સાંભળી,મા કરજે તુ કરુણા અપાર
ગરબેરમવા આવ્યા નોરતે,કરજે મા જીવોનો ઉધ્ધાર
                          ………નોરતાની નવલી રાત્રીએ.

===============================

October 14th 2010

ભક્તિની માયા

                            ભક્તિની માયા

તાઃ૧૪/૧૦/૨૦૧૦                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

માયા લાગી મને જલારામની,નાદેહને લોભ કે કોઇ મોહ
શરણું મારે તો સાંઇબાબાનુ,જે દેશે જીવને મુક્તિની દોર
                          ……..માયા લાગી મને જલારામની.
ઉત્તર દક્ષીણ પુર્વ પશ્ચીમ,જગમાં ચારે દીશાઓ મેં દીઠી
ઉગમણી એ સુરજ ઉગે,ને આથમણી એ સુર્યાસ્ત થાય
ભક્તિની એક અજબ દિશા છે,ના જગે કોઇને સમજાય
મળી જાય કૃપાએ જીવને,તો ના દિશાની જરૂર જણાય
                         ………માયા લાગી મને જલારામની.
ખોબેપાણીએ અર્ચના કરતાં,જીવનનો દરીયો આ તરાય
સાચાસંતનો સહવાસ મળતાં,કર્મો પાવનપણ થઇ જાય
પ્રભુકૃપા જ્યાં આવે બારણે,ત્યાં સત્કર્મો મનથી જ થાય
ભક્તિની માયા લાગતાં જીવને,કળીયુગની ભાગી જાય
                         ………માયા લાગી મને જલારામની.

**+**+**+**+**+**+**+**+**+**+**+**+**

October 13th 2010

નિરાધાર

                          નિરાધાર

તાઃ૧૩/૧૦/૨૦૧૦                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

નિરાધારનો આધાર બનતા,હૈયુ મારું હરખાય
મળેલ જન્મ પાવન થતાં,જન્મ સફળ દેખાય
                ……….નિરાધારનો આધાર બનતા.
બનુ સહારો અપંગનો,ડગલાં એ ભરતો થાય
એક ચાલતા અચકાય જે,તે દસ ચાલી જાય
આંગળી નાની હાથની,જ્યાં પંજાથી પકડાય
મળતા દેહને સથવાર,એ આધાર બની જાય
                ……….નિરાધારનો આધાર બનતા.
અવની પરના આગમને,માએ દીધોછે જન્મ
કષ્ટ વેઠી મોટા કર્યા છે,એતો માનો છે ઉમંગ
સંતાનપ્રેમ એ માબાપની ભુખ,ના પુરી થાય
ઉંમરના આરે સંતાન સંગ,આધાર મળી જાય
                 ……….નિરાધારનો આધાર બનતા.
કળીયુગ સતયુગની કેડી,પૃથ્વી પર સમજાય
જન્મમળતાં જીવનેજગે,કર્મબંધન મળી જાય
પરમાત્માની એક નજરે,જીવન ઉજ્વળ થાય
સાચીભક્તિનો સંગલેતા,ના નિરાધારરહેવાય
                 ……….નિરાધારનો આધાર બનતા.

+++++++++++++++++++++++++++++

October 12th 2010

હ્યુસ્ટનના સંતાન

                         હ્યુસ્ટનના સંતાન

તાઃ૧૨/૧૦/૨૦૧૦                               પ્રદીપ બ્રહ્મભટ્ટ

ગરબે ઘુમે માડી ગરબે રમે,હ્યુસ્ટનના નરનારી ગરબે રમે
સંગે રમે ઓમાડી સંગેરમે,દાંડીયાના તાલે સૌ ગરબે રમે
                    …….માડી તાલીઓના તાલમાં ગરબે ઘુમે.
માડી તારા ગુણલા પ્રેમથી સૌ ગાતા,
       મનના મંદીરમાં મા અર્ચના એ કરતા;
પ્રેમે પુંજાને સંગે દર્શન અહીયાં કરતા,
            માડી કરજે તુ જીવનો ઉધ્ધાર મારી અંબા.
                      ……..દઇ તાળી મા ગરબે આજે ઘુમતા.
ભક્તિ ભરેલુ મા જીવન તું દેજે.
       હૈયાની જ્યોતને મા તુ જલતી જ રાખજે
આરતી ને અર્ચન માડી સંગે સૌ કરીએ
         પ્રેમનેપારખી મા આશીશદેજો કરજો કલ્યાણ
                   ……..ઓ માડી તને વંદે છે સઘળા સંતાન.

+++++++++++++++++++++++++++++++++++++

October 11th 2010

મંગળ કિરણ

                          મંગળ કિરણ

તાઃ૧૧/૧૦/૨૦૧૦                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

મમતાની પકડી આંગળી,આ કાયા ચાલી જાય
મળે ભક્તિ જલાસાંઇની,તો દેહથી મુક્તિ મળી જાય.

શરણુ લીધુ સહવાસ કાજે,સંગ સંગ ચાલી જવાય
અટકી જાય આ વાસ સાથીનો,જ્યાં બુધ્ધિ બદલાઇ જાય.

મારું એ તો મેં કહ્યુ,તારું કહેતા જીભ અચકાય
આપણુ એ ભાસે છે દુર,જ્યાં સ્વાર્થને સચવાય.

ભેદની ચાદર જ્યાં ઓઢી દેહે,માનવતા ચાલી જાય
પડે સોટી ભગવાનની,ત્યાં સાચી સમજ આવી જાય.

મળે જ્યાં દેહને પ્રભાત જગે,ત્યાં સંધ્યાકાળ મળી જાય
ભક્તિ કેરા પ્રભાત મળતાં,ના કદી સંધ્યાકાળ દેખાય.

આજની આજ એ આજ છે,ગઇ કાલ એતો ભુતકાળ
સમય પકડી ચાલતા,થઇ જાય ઉજ્વળ આવતી કાલ.

મળે મમતા માની સંતાનને,તો જીભ સચવાઇ જાય
પિતાના આશિર્વાદ લેતાં,આ ભવસાગર તરી જવાય.

ઘરનુ એક જ હોય બારણુ,જ્યાંથી ગૃહમાં પ્રવેશ થાય
ભક્તિને ના બારણા કોઇ,ત્યાં પ્રભુ કૃપાએ જ પ્રવેશાય.

ભણતર છે જીવનનું ચણતર,જે બુધ્ધિથી મેળવાય
મહેનત સાચા માર્ગે કરતાં,મળેલ જન્મ સાર્થક થાય.

===============================

October 10th 2010

માડીને ગરબે

                            માડીને ગરબે

તાઃ૧૦/૧૦/૨૦૧૦                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

ગુણલા તારા ગાવાની માડી, મને આદત પડી ગઇ
કૃપા પ્રેમની તારી દ્રષ્ટિએ,માડી જીંદગી સુધરી ગઇ
                              …………ગુણલા તારા ગાવાની.
નવલી રાત નોરતાની જોતાં,તારા ગરબે ધુમતી થઇ
તારા પગલાં આંગણે પડતાં,માડી હુંતો રાજીરાજી થઇ 
                         …….મા તારા હું ગરબા ગાતી થઇ.
રુમઝુમ તાલે ગરબા ધુમતાં,તારી માયા મળતી થઇ
કરુણાની માડી લહેર મળતાં,તારાશરણે હું આવી ગઇ  
                    ……….માડી તારા ગરબા ગાતી અહીં.
દાંડીયા રાસની રમઝટમાં,માડી તાલ હું દેતી આવી
સ્વીકારી મારી શ્રધ્ધાસાચી,ભક્તિ સંગે લઇને આવી
                      ………..માડી હું ગરબા રમવા લાગી.
નવરાત્રીની નવલી રાતે,માડી રમજે સંગે અમારી
ગરબે ધુમતી સૌ સહેલીને,મા શરણે લેજે સ્વીકારી
                     ………માડી છે વિનંતી એજ અમારી.
સ્વીકારજે માશ્રધ્ધાસાચી,ના મોહમાયા આકાયાને
દેજે પ્રેમની એકલકીર માડી,તારા ગુણલા ગાવાને
                         ……… મા ગરબે ધુમતા રમવાને.

***************************************

October 9th 2010

દેખાવની દોર

                    દેખાવની દોર

તાઃ૯/૧૦/૨૦૧૦                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

ઘરની ખીચડી કડવી લાગે,ને હોટલની વખણાય
કેવી આકળીયુગની હવા,જે પડતા માર સમજાય
                    ……….ઘરની ખીચડી કડવી લાગે.
ડગલુ ભરતા નાવિચારે,ને સમજી ચાલે સૌથી દુર
એક બે કદમ જ્યાં ચાલે,ત્યાં નાકોઇની જાણે જરૂર
કળીયુગમાં તો દેખાવનો ભય,નાદે એ કોઇને સુળ
એડી તુટતાં ચંપલની,મોં ચાટે ત્યાં જમીનની ધુળ
                       ………..ઘરની ખીચડી કડવ લાગે.
કળીયુગ સતયુગ ફેર આભજમીનનો.ના તેમાં સંકેત
એક દ્રષ્ટિ નીચે જ કરે,અને બીજી કરાવે છે ઉંચી ડોક
કુદરતની કરામત ભઇ,જીંદગીને દેએસાચી મરામત
આવે આંગણે ના જણાય,પડે ત્યારેજ  સૌને સમજાય
                       ……….ઘરની ખીચડી કડવી લાગે.

$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$

October 8th 2010

નોરતાની રાત

                         નોરતાની રાત

                 (નવરાત્રીનો પ્રથમ દીવસ)

તાઃ૮/૧૦/૨૦૧૦                              પ્રદીપ બ્રહ્મભટ્ટ

હે મા તું ભવાની,મા દુર્ગા તું,મા અંબા તું ગબ્બરવાળી
માડી રાસરમતી ગરબે ધુમુ,મા કાળકા પાવાગઢવાળી
                                મા કાળકા પાવાગઢવાળી.
મા કંકુ ચોખા હાથમાં લઇને,નવરાત્રી કરવા હું આવી
નમું શીશ નમાવી વંદુ માને,મા ગરબે ઘુમવા આવી
તારી અકળ કૃપા પામીને મા,જીવન ઉજ્વળ કરવાને
નવરાત્રીની નવલીરાત્રીએ,તને રાજી કરવા હું આવી
                             મા તને રાજી કરવાને આવી.
નવલી રાતના નોંરતે માડી,દાંડીયા રાસ સંગે હું લાવી
હું ચોકમાંરમતી ગરબે ઘુમતી,મા વંદન કરવાને આવી
સિંદુર સાચવી ભક્તિ દેજે મા,સંતાનને સુખ તું દેનારી
અવની પરના આ આગમનને,જન્મ સફળ તું કરનારી
                                મા જન્મ સફળ તું કરનારી.

***************************************

October 7th 2010

સાથીનો સાથ

                          સાથીનો સાથ

તાઃ૭/૧૦/૨૦૧૦                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

સાથી તારો સાથ મળેતો,હું ડુંગર પણ લઇ આવું
હિંમત મનથી કરી લેતાતો,વાદળને હું અથડાવું
                     ……….સાથી તારો સાથ મળે તો.
સોપાન ઉજ્વળ મળે જીવનમાં,હાથ તારો હું પકડું
મનની મળતી કઇ મુંઝવણમાં,હું ના પડીને ભાગુ
સદા સ્નેહની હેલીલેતી,જ્યારથી સમજીને હું ચાલુ
તારી પ્રીતની એક કેડીએ,ભવસાગર તરીએ જાણું
                     ……….સાથી તારો સાથ મળે તો.
મારી મારી માયા છુટતાં,જ્યાં આપણી હૈયે આવી
ત્યારથી તારી પ્રીતમળી,જાણે નાવડી સીધીચાલી
એક સ્નેહની વાદળીજોતાં,દુઃખદર્દના વાદળભાગે
સાથીનો સાથ મને મળતાં,ના વિટંમણાઓ આવે
                     ……….સાથી તારો સાથ મળે તો.

===============================

« Previous PageNext Page »