July 20th 2013

शेरडीके बाबा

.                      . शेरडीके बाबा

ताः२०/७/२०१३                      प्रदीप ब्रह्मभट्ट

शेरडी आके बाबाके चरणोमें आये,लेकर श्रध्धा और सबुरी
निर्मळ प्रेमसे भक्ति करते,अल्ला इश्वरको एक समझके
.                 ………………शेरडी आके बाबाके चरणोमें आये.
सांइ नामके एक ही स्मरणसे,जन्म सफल हो जाता है
निर्मल राह जीवनमे मीलती,सुखशांन्ति मील जाती है
प्रेममीले जहां बाबाका हमको,ना अभिलाषाभी रहती है
उज्वल जीवन मील जानेसे,ये जन्म सफल हो जाता है
.                 ………………शेरडी आके बाबाके चरणोमें आये.
एक आशा भक्ति प्रदीपकी,बाबा सदा साथ हमारे रहेना
कुटुंब परिवारकी रक्षा करना,उज्वल जीवन राह भी देना
ॐ सांइनाथका स्मरणकरते,श्रध्धा और विश्वासके साथ
मुक्ति जीवको प्रेमसे देना,ना जन्म मरण जीवसे बंधाय
.               ………………..शेरडी आके बाबाके चरणोमें आये.

ॐ ॐ ॐ ॐ ॐ ॐ ॐ ॐ ॐ ॐ ॐ ॐ ॐ ॐ ॐ ॐ ॐ ॐॐ ॐ

July 20th 2013

સંકટમોચક

Ram_hanuman

 

 

 

 

 

 

 

 

 

 

 

 

.                 . સંકટમોચક   

તાઃ૨૦/૭/૨૦૧૩                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

જય જય હનુમાન,બોલો જય જય શ્રી હનુમાન
છે પવનપુત્ર હનુમાન,સંકટમોચક શ્રી હનુમાન
.                 ……………….બોલો જય જય શ્રી હનુમાન.
સરળ ભક્તોના છે રખેવાળ,અજબશક્તિ એ ધરનાર
પ્રભુકૃપાના એ પાલનહાર,ઉજ્વળ જીવનએ કરનાર
ભક્તિમાર્ગ જગમાં દેનાર,જીવને શાંન્તિ મળે અપાર
અખંડ શાંન્તિ મળે જીવને,અંતે મુક્તિમાર્ગ મળીજાય
.                ………………….બોલો જય જય શ્રી હનુમાન.
સદા શ્રીરામનો પ્રેમ વર્ષે,મળે માસીતાના આશીર્વાદ
લક્ષ્મણજીને જીવનદીધુ,લાવી ભસ્મ મૃત્યુ પામર કીધુ
ગદા હાથમાં તાકાત લીધી,રાજા રાવણને મુક્તિ દીધી
ભક્તિ રાહ જીવોને દીધી,સંકટ મોચકની સિધ્ધિ લીધી
.              …………………..બોલો જય જય શ્રી હનુમાન.

=================================

July 19th 2013

મનની મુંઝવણ

.               મનની મુંઝવણ

તાઃ૧૯/૭/૨૦૧૩                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

શીતળ સ્નેહની સાંકળ છુટતાં,નિર્મળતા ભાગી જાય
મનમાં અનેક મુંઝવણ મળતા,સમજણ ચાલી જાય
.               ………………….શીતળ સ્નેહની સાંકળ છુટતાં.
અનેક  માર્ગ મળે જીવનમાં,અવનીએ પગ ધારણ થાય
સાચી માનવતા સ્પર્શે જીવને,ત્યાં સદમાર્ગે બુધ્ધિ જાય
અનુભવની એક જ સીડીએ,જીવનમાં શાંન્તિ મળીજાય
ના મુંઝવણનો કોઇ સંગ રહે,નિખાલસ જીવન થઇ જાય
.               ………………….શીતળ સ્નેહની સાંકળ છુટતાં.
અજવાળાની એકજ સવાર,મળેલ જન્મ સફળ કરી જાય
ભક્તિમાર્ગની શીતળ કેડીએ,મોહમાયા પણ ભાગી જાય
શીતળ સવારની પ્રથમ ભક્તિએજ,પરમાત્માય હરખાય
આવીઆંગણે સફળતામળે,ને મનની મુંઝવણ ભાગીજાય
.                ………………….શીતળ સ્નેહની સાંકળ છુટતાં.

+++++++++++++++++++++++++++++++++++++

 

 

July 18th 2013

નિર્મળ

.                   . નિર્મળ

તાઃ૧૮/૭/૨૦૧૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ

નિર્મળ પ્રેમ ને નિર્મળ ભક્તિ,જીવને આપે છે અખુટ શક્તિ
સરળતામાં જીવન સાચવતા,મુક્તિ મળે છે જીવને દેહથી
.                    ………………….નિર્મળ પ્રેમ ને નિર્મળ ભક્તિ.
કામણગારી તો આ કાયા છે,અવનીએ દેહ મેળવતા જ દેખાય
કર્મનાબંધન એતો મળતી કેડી,જીવને જન્મ મળતા સમજાય
નિશ્વાર્થ ભાવના રહેતા પ્રેમમાં,જીવને નિર્મળતા આપી જાય
શાંન્તિનો સંગાથ મળતા જીવને,સાચો ભક્તિ પ્રેમ મળી જાય
.                    …………………. નિર્મળ પ્રેમ ને નિર્મળ ભક્તિ.
ભક્તિમાં ના બંધન છે કોઇ,કે ના કોઇ દેખાવ પણ અડી જાય
સાચા મનથી કરતાં ભક્તિ,સંતજલાસાંઇના માર્ગે લઇ જાય
મોહ કે માયા નાસ્પર્શે જીવને,અતુટ ભક્તિ જીવને મળી જાય
ભક્તિની શક્તિ છે  નિરાળી,ના જીવને કોઇથી કદી દુભાવાય
.                     ………………….નિર્મળ પ્રેમ ને નિર્મળ ભક્તિ.

+++++++++++++++++++++++++++++++++++++

July 17th 2013

કળીયુગી પુંજા

puja

 

 

 

 

 

 

 

 

.                  . કળીયુગી પુંજા  

તાઃ૧૭/૭/૨૦૧૩                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

એક ડૉલરની નોટ હાથમાં રહેતા,લાઇનમાં ઉભા રહી જાવ
દસ ડૉલરની નોટે હાથપકડી,પથ્થરને પગે લગાડવા જાય
.                 …………………એક ડૉલરની નોટ હાથમાં રહેતા.
ના શ્રધ્ધાની કોઇ કેડી મળે,કે ના કોઇ માનવતા  જોવાય
લાંબી લાઇનમાં ઉભા રહી,કળીયુગમાં પ્રભુ કૃપા શોધાય
દમડીની માયા છે એવી,જે માનવીને અનેક રૂપે  દેખાય
શાંન્તિની શોધ જીવનમાં માગતાં,ના કોઇ રીતે મેળવાય
.                ………………….એક ડૉલરની નોટ હાથમાં રહેતા.
ભોળાનાથની કળીયુગી ભક્તિમાં,નાહવે કેદારનાથ ચઢાય
ગંગા માતાની કૃપા પામવા,ભક્તોથી ના હિમાલય જવાય
મળેપ્રેમ પરમાત્માનો જીવને,જ્યાંસાચીભક્તિ ઘરમાં થાય
આવી બારણે પ્રભુકૃપા રહે,જે જીવને અનુભુતી જ થઈ જાય
.                …………………..એક ડૉલરની નોટ હાથમાં રહેતા.

$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$

July 16th 2013

જીવને મળે

.                   .જીવને મળે   

તાઃ૧૬/૭/૨૦૧૩                            પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળશે માયા ને મળશે મોહ,કરશે આ માનવ જીવન ફોગ
નિર્મળતાનો નાસંગ રહેશે,ને માનવતાની કરવાની શોધ
.                      …………………..મળશે માયા ને મળશે મોહ.
દેહ મળે છે અવનીએ જીવને,જ્યાં કર્મની કેડી મળી જાય
કરેલ કર્મ સંકેત બને જીવના,ના કોઇ જીવથી કદી છટકાય
સરળતાનો સંગાથ મળે છે,જ્યાં જલાસાંઇની ભક્તિ થાય
બંધન છુટતા જીવના દેહથી,જીવને મુક્તિમાર્ગ મળીજાય
.                     …………………….મળશે માયા ને મળશે મોહ.
આજકાલને આંબી લેવા,દેહના કર્મબંધન સમજીને પકડાય
સાચી રાહ જીવનમાં મળતા,ના કદી કોઇ અનીતિ અથડાય
મનનેશાંન્તિ ને તનને શાંન્તિ,એ સાચી જીવનરાહ કહેવાય
પ્રભુ કૃપા અને પ્રભુ પ્રેમ મળતાં,મોહમાયા પણ ભાગી જાય
.                       …………………..મળશે માયા ને મળશે મોહ.

@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@

July 16th 2013

જય ખોડીયાર મા

mata

 

 

 

 

 

 

 

 

 

 

 

.                . જય ખોડીયાર મા

તાઃ૧૬/૭/૨૦૧૩                            પ્રદીપ બ્રહ્મભટ્ટ

માડી તારા ચરણ સ્પર્શથી,જીવને અનંત શાંન્તિ થાય
ઉજ્વળ જીવન દેજો માડી,એ જ પ્રેમથી માગણી થાય
.                      …………………માડી તારા ચરણ સ્પર્શથી.
પુષ્પગુચ્છના ચરણ સ્પર્શથી,મા તારી કૃપા મળી જાય
અંતરમાં આનંદ અનેરો,ને મનને  અનંત શાંન્તિ થાય
ખોડીયાર ખોડીયાર સ્મરણ કરતાંજ,સવાર સુધરી જાય
નિર્મળતાનો સંગ મળતા જીવને,સાચી કેડી મળી જાય
.                    …………………..માડી તારા ચરણ સ્પર્શથી.
મળે માના આશિર્વાદ પ્રદીપને,જ્યાં પ્રભાતે પુંજા થાય
ભક્તિભાવને પારખી માડી,અખંડ કૃપા પ્રેમ આપી જાય
મોહમાયાને દુર રાખી માતા,જીવન ઉજ્વળ કરતી જાય
પ્રેમની વર્ષા કરતી માડી,કૃપાનીકેડી પાવન કરતીજાય
.                  …………………….માડી તારા ચરણ સ્પર્શથી.

******************************************

July 15th 2013

સાચી રાહ

.                   . સાચી રાહ

તાઃ૧૫/૭/૨૦૧૩                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળેલ માનવતા જીવનમાં,સદમાર્ગને બતાવી જાય
સાચી રાહ પકડતા જીવને,જન્મથી મુક્તિ મળી જાય
.               ………………..મળેલ માનવતા જીવનમાં.
અવનીપરનુ આગમન જીવના,કર્મ બંધન કહેવાય
મળતા કૃપા પરમાત્માની,આધીવ્યાધી ભાગી જાય
મોહમાયાને છોડી ચાલતા,માનવતા મહેંકતી જાય
સુખદુઃખ ના સ્પર્શે દેહને,જ્યાં સાચી રાહ મળી જાય
.             ………………….મળેલ માનવતા જીવનમાં.
જલાસાંઇના ચરણ સ્પર્શે,જીવથી મુક્તિમાર્ગ મેળવાય
સાચા સંતના ચરણે રહેતા,સંસારી  જીવન મહેંકી જાય
સંસ્કાર સાચવી ચાલતા જીવને,ના અશાંન્તિ અથડાય
આવી પ્રેમ મળતા પ્રભુનો,મળેલ જન્મસફળ થઈ જાય
.              ………………….મળેલ માનવતા જીવનમાં.

=================================

July 13th 2013

આંખમાં આંસુ

.                 . આંખમાં આંસુ        

તાઃ૧૩/૭/૨૦૧૩                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

શીતળતાનો સંગાથ મળતા,જીવને અનંત આનંદ થાય
પ્રેમની જ્યોત પામી લેતા,જગતમાં માનવતા મહેંકાય
.                        …………………શીતળતાનો સંગાથ મળતા.
મળેલ દેહને પારખી લેતા,જીવપર જલાસાંઇની કૃપા થાય
સ્નેહની સાંકળ પકડી લેતા,દેહની આંખોય ભીની થઈ જાય
નિર્મળતાના વાદળ વરસતા,જીવનમાં આનંદ મળી જાય
સરળતાનો સાથ રહેતા જીવને,ના આધી વ્યાધી અથડાય
.                      …………………. શીતળતાનો સંગાથ મળતા.
પ્રેમ મળે છે જીવનમાં સૌનો.જ્યાં નિખાલસતાને સમજાય
પરમાત્માની કૃપા છે અનેરી,સાચી સમજણથી મળી જાય
અંતરમાં થયેલ આનંદનીઓળખ,આંખમાં આંસુથી દેખાય
શબ્દની નાસમજ જોઇએજગે,એતો સાચી સમજેમળીજાય
.                     …………………..શીતળતાનો સંગાથ મળતા.

===================================

July 12th 2013

અતુટ બંધન

.                  . અતુટ બંધન               

તાઃ૧૨/૭/૨૦૧૩                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

અવનીને આકાશના બંધન,જગતમાં અતુટ છે કહેવાય
કોટી કોટી અનેક સદીયોથીએ,ના કોઇનાથીયએ તોડાય
.                      …………………અવની ને આકાશના બંધન.
જન્મ મરણ એ વર્ષોના બંધન,ના સદીયોમાંએ જોવાય
જીવને મળેલ જન્મ અવનીએ,એકથી સો માં પુરા થાય
કુદરતની આ અતુટલીલા,જીવના બંધનથીજ સચવાય
કર્મની કેડી એ જીવના બંધન,ના કોઇથીય જગે છટકાય
.                    ………………….અવની ને આકાશના બંધન.
માતાપિતા ને સંતાનના સંબંધ,જેને કુટુંબ પ્રેમ કહેવાય
લાગણી પ્રેમની જ્યોત જલે, ત્યાં જ જીવને સંબંધ થાય
ભાઇ બહેનના અતુટ બંધન,સાચા પ્રેમની રાહે સચવાય
મોહમાયા એ કર્મના બંધન,ના જગતમાં કોઇથી છટકાય
.                    …………………. અવની ને આકાશના બંધન.

++++++++++++++++++++++++++++++++++

« Previous PageNext Page »