August 7th 2021

. .પરમાત્માનો પાવનપ્રેમ
તાઃ૭/૮/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવને મળેલ માનવદેહ અવનીપર,એ સમયની સાથે આગમનવિદાય થાય
નાકોઇ જીવની તાકાત જગતમાં,એ પરમાત્માની સમયનીકેડીને છોડી જાય
....મળે પરમાત્માની પવિત્રકૃપા અવનીપર,જે મળેલદેહથી જીવને સમજાઈ જાય.
માનવદેહ મળે જીવને અવનીપર,જે ગતજન્મના મળેલદેહના કર્મથી મેળવાય
પાવનકૃપા મળે પ્રભુની મળેલદેહને,જીવનમાં શ્રધ્ધારાખીને પ્રભુને વંદન કરાય
હિંદુધર્મ એ જગતમાં પવિત્રધર્મછે,જે જીવને મળેલદેહને અંતે મુક્તિઆપીજાય
ભારતની ધરતીપર અનેક પવિત્રદેહથી,પરમાત્મા જન્મ લઈને કૃપા કરી જાય
....મળે પરમાત્માની પવિત્રકૃપા અવનીપર,જે મળેલદેહથી જીવને સમજાઈ જાય.
જગતપર જીવને જન્મમરણથી અનુભવ થાય,ના કોઇથીજ દેહથીદુર રહેવાય
મળેલદેહને સતયુગ કળીયુગનો સ્પર્શથાય,જે સમયનીસાથે જીવને સ્પર્શીજાય
અદભુતકૃપા પરમાત્માની જગતપર,સમયની સાથે ચાલતા દેહને સમજાઇજાય
જીવનમાં નાકોઇ આશા કે અપેક્ષારહે,એજ શ્રધ્ધારાખીને ભક્તિ કરાવી જાય
....મળે પરમાત્માની પવિત્રકૃપા અવનીપર,જે મળેલદેહથી જીવને સમજાઈ જાય.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
No comments yet.