August 24th 2021
**
**
. .ભોલેનાથ મહાદેવ
તાઃ૨૪/૮/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અનેકદેહથી જીવનુ આગમન થાય,માનવદેહ એજ પ્રભુની કૃપા કહેવાય
અવનીપર સમયનીસાથે ચાલતા દેહથી,થઈ રહેલકર્મનો સંગાથ મેળવાય
....ગતજન્મે મળેલદેહના કર્મથી,જીવને અવનીપરના આગમનવિદાયથી દેખાય.
ભારતની ધરતીપર કૃપા પરમાત્માની,જે અનેકદેહથી દેવદેવી જન્મી જાય
પ્રેમથીકૃપા મળે પ્રભુની જ્યાં શ્રધ્ધાથી,ધુપદીપ કરી વંદનકરી પુંજા કરાય
માતા પાર્વતીના પતિદેવ એપરમકૂપાળુ,જે ભક્તોની ભક્તિને પારખીજાય
શ્રધ્ધાથી મહાદેવને ૐનમઃશિવાયથી,પુંજી શીવલીંગપર દુધ અર્ચના કરાય
....ગતજન્મે મળેલદેહના કર્મથી,જીવને અવનીપરના આગમનવિદાયથી દેખાય.
સોમવારના પવિત્રદીવસે શંકર ભગવાનની,પુંજા કરીને શ્રધ્ધાથી વંદન થાય
હિંદુ ધર્મમાં શ્રાવણમાસ એ પવિત્રમાસ છે,જેમાં શંકરભગવાનની પુંજાકરાય
શ્રીગણેશ એ પણ પવિત્રસંતાન થયા,જેમને હિંદુધર્મમાં ભાગ્યવિધાતાકહેવાય
માતાપાર્વતીના એ લાડલા સંતાન,જે રિધ્ધીસિધ્ધીના પતિદેવથીય ઓળખાય
....ગતજન્મે મળેલદેહના કર્મથી,જીવને અવનીપરના આગમનવિદાયથી દેખાય.
=============================================================
No comments yet.