September 5th 2021
. .શાંન્તિ મળે કૃપાએ
તાઃ૫/૯/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રકૃપાળુ હિંદુ ધર્મમાં શંકરભગવાન છે,જે પરમકૃપાળુ કહેવાય
શ્રધ્ધા રાખીને ૐ નમઃ શિવાયથી,શિવલીંગપર દુધ અર્ચના કરાય
.....પવિત્રધર્મમાં શ્રાવણ માસમાં,ધુપદીપકરીને ભોલેનાથની પુંજા થઈ જાય.
ભારતનીધરતીપર ભગવાન અનેકદેહથી,જન્મલઈ ભક્તિઆપી જાય
પરમકૃપાળુ શંકરભગવાન છે,જે ભારતની ભુમીપર ગંગાવહાવીજાય
પરમશક્તિશાળી એ પ્રભુછે,એ ભક્તોની શ્રધ્ધાભક્તિએ રાજી થાય
મળે કૃપા માનવદેહને જીવનમાં,જે પવિત્રનામથી હિંદુધર્મમાં પુંજાય
.....પવિત્રધર્મમાં શ્રાવણ માસમાં,ધુપદીપકરીને ભોલેનાથની પુંજા થઈ જાય.
હિંદુધર્મની જ્યોત પ્રગટે જગતમાં,જે મળેલદેહની ભક્તિથી મેળવાય
પાવનકૃપા ભોલેનાથની સંગે માતા પર્વતીની,કૃપા ભક્તોને મળીજાય
શિવલીંગપર શ્રધ્ધાથી પુંજન કરતા,ભક્તોના જીવનમાં સુખ મેળવાય
એપવિત્રકૃપા શંકરભગવાનની,જે શ્રાવણમાસની ભક્તિથી મળી જાય
.....પવિત્રધર્મમાં શ્રાવણ માસમાં,ધુપદીપકરીને ભોલેનાથની પુંજા થઈ જાય.
############################################################
No comments yet.