January 17th 2022

પવિત્રકૃપાળુ મહાદેવ

 +++story of shiv parwatis duaghter naag kanya an madhusravani vrat - I am Gujarat+++
.          પવિત્રકૃપાળુ મહાદેવ

તાઃ૧૭/૧/૨૦૨૨               પ્રદીપ બ્રહ્મબટ્ટ 

પરમકૃપાળુ શક્તિશાળી હિંંન્દુ ધર્મમાં,શ્રી શંકર ભગવાનથી ઓળખાય
હિમાલયનીપુત્રિ પાર્વતીનાએ પતિદેહ.જે ભોલેનાથ મહાદેવ પણકહેવાય
....ભારતમાં હિન્દુધર્મમાં પરમાત્માએ અનેકદેહ લીધા,જે દેશને પવિત્રકરી જાય.
અવનીપર મળેલ માનવદેહના જીવને,પ્રેરણા મળે જેભગવાનની કૃપાથાય
પવિત્ર શક્તિશાળી ત્રીશુલધારી મહાદેવ,ભારતમાં પવિત્રગંગા વહાવીજાય
શ્રધ્ધારાખીને ભક્તિકરતા ભક્તથી,ૐ નમઃ શિવાયથી માળાથીજાપકરાય
હિંદુધર્મમાં અનેકદેહથી પરમાત્મા આંગળીચીંધે,જે જીવને મુક્તિમળીજાય
....ભારતમાં હિન્દુધર્મમાં પરમાત્માએ અનેકદેહ લીધા,જે દેશને પવિત્રકરી જાય.
સોમવારના દીવસે ભોલેનાથની કૃપા,જ્યાં શિવલીંગપર દુધ અર્ચના કરાય
પવિત્ર અમૃતપાણી જટાથી હિમાલયથીભારતમાં વહાવી જેને ગંગાકહેવાય
હિંદુધર્મમાં વિઘ્નહર્તા ભાગ્યવિધાતા શ્રીગણેશ,જે માતાપાર્વના સંતાન થયા
ભોલેનાથની કૃપાએ સંતાન,શ્રીગણેશ શ્રીકાર્તિકેય દીકરી અશોકસુંદરી થાય
....ભારતમાં હિન્દુધર્મમાં પરમાત્માએ અનેકદેહ લીધા,જે દેશને પવિત્રકરી જાય 
પવિત્ર ભગવાનનો પરિવાર હિંદુધર્મમાં,જેમને ધુપદીપકરી પુંજાથી વંદન થાય
અવનીપર જીવને સમયે માનવદેહ મળે,જે જીવનમાં કર્મનો સાથ મળી જાય
દેહને પવિત્રકર્મની રાહ મળે જીવનમાં,જ્યાં ભગવાનની શ્રધ્ધાથી પુંજા કરાય
પવિત્રસંતાન ગણપતિની ભક્તિકરતા,માનવદેહના એ ભાગ્યવિધાતા થઈજાય
....ભારતમાં હિન્દુધર્મમાં પરમાત્માએ અનેકદેહ લીધા,જે દેશને પવિત્રકરી જાય.

ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ

 

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment