December 17th 2020

શ્રધ્ધાનો સાગર

Kamika Ekadashi 2020 Vrat Katha : કામિકા એકાદશી વ્રત કથા, વ્રત વિધિ અને વ્રતનુ મહત્વ

.          .શ્રધ્ધાનો સાગર
તાઃ૧૭/૧૨/૨૦૨૦          પ્રદીપ બ્રહ્મભટ્ટ     
પાવનરાહ મળે મળેલદેહને જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી પવિત્ર ભક્તિ થાય
અવનીપરનુ આગમન અને વિદાય,એ જીવનમાં કરેલ કર્મથીજ મેળવાય
....પવિત્રરાહને પામવા મળેલદેહથી,શ્રધ્ધાના સાગરમાં નિર્મળ ભક્તિથી રહેવાય.
કુદરતની પાવનલીલા દેહને મળે,જ્યાં રામનામના સ્મરણથીજ સમજાય
અજબ શક્તિશાળી હનુમાનજી,સીતારામના જીવનમાં પાવનરાહે જાય
પવનપુત્રને માતા અંજનીની કૃપા મળી,એ પ્રભુરામને મદદ કરતા જાય
નિર્મળરાહે ભક્તિકરતા મળેલદેહ પર,પરમાત્માની પાવનકૃપા થઈ જાય
....પવિત્રરાહને પામવા મળેલદેહથી,શ્રધ્ધાના સાગરમાં નિર્મળ ભક્તિથી રહેવાય..
માનવતાની મહેંક પ્રસરે જગતપર,જ્યાં પવિત્રરાહે શ્રધ્ધાથી વહન કરાય
નાઆફત કે નાકોઇ તકલીફ અડે દેહને,જ્યાં પવિત્રભક્તિના બંધન થાય
પવિત્ર ભાવનાથી જીવનમાં ભક્તિકરતા,સુખસાગરમાં જીવન ચાલતુ જાય
દેહના સંબંધછુટે જીવને,જે ભુતકાળને ભુલાય ના આવતીકાલને મેળવાય  
....પવિત્રરાહને પામવા મળેલદેહથી,શ્રધ્ધાના સાગરમાં નિર્મળ ભક્તિથી રહેવાય.
************************************************************
December 17th 2020

આંગણે પધારજો

**ક્લાસિક કવિતા | Classic poems in Gujarati | StoryMirror**

.         .આંગણે પધારજો   

તાઃ૧૭/૧૨/૨૦૨૦            પ્રદીપ બ્રહ્મભટ્ટ  
પરમપ્રેમની કૃપા મળી શ્રી કૃષ્ણ ભગવાનની,જ્યાં શ્રધ્ધાએ પુંજા થઈ
મળેલ માનવદેહને સમજણનો સંગાથમળ્યો,સત્કર્મથી સમજાયો અહીં
....કૃપાની પાવનકેડીએ મળેલદેહને રાહ મળી,જેથી જીવનમાં શાંંતિ મળી ગઈ.
શ્રધ્ધાથી પવિત્રરાહ મળી જીવનમાં,જ્યાં આંગણે આવી પ્રાર્થના કરુ
પ્રેમથી પધારો વ્હાલા કૄષ્ણ ભગવાન,જીવનમાં અનંતપ્રેમ મળી જાય
લાગણી મોહને પારખીને પારખીલેતા,આંગણે પધારજો એમ કહેવાય
પરમકૃપાળુ શ્રીકૃષ્ણ દ્વારકામાં જન્મલઈ,માતાયશોદાનો પ્રેમ દઈ જાય
....કૃપાની પાવનકેડીએ મળેલદેહને રાહ મળી,જેથી જીવનમાં શાંંતિ મળી ગઈ
નિર્મળભાવનાથી વંદનકરી પ્રાર્થનાકરૂ,પ્રેમથી અમારે ધેર પધારીજાવ
રાધેકૄષ્ણ રાધેકૃષ્ણનુ સ્મરણ કરતા,તમારી કૃપાનો અનુભવથઈ જાય
અનંતપ્રેમાળ સંગે પાવન આશિર્વાદ મળે,જે નિર્મળ જીવન દઈજાય
માનવદેહને આપનીજ કૃપા મળે,જે જીવને જન્મમરણથી છોડી જાય
....કૃપાની પાવનકેડીએ મળેલદેહને રાહ મળી,જેથી જીવનમાં શાંંતિ મળી ગઈ
************************************************************

 

 

 

 

December 16th 2020

સરળતા મળે

#આ ૩ રાશિના જાતકોમાં આવશે ખુબ જ મોટું પરિવર્તન, સુખ અને સમૃદ્ધિ નો થશે વરસાદ#

.           સરળતા મળે
તાઃ૧૬/૧૨/૨૦૨૦           પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવને મળેલ માનવદેહ અવનીપર,ગતજન્મના થયેલ કર્મથી મેળવાય
અનેકદેહનો સંબંધ જીવને જગતપર,જે કર્મસંબંધથી મળતો થઈ જાય
....પવિત્ર્રરાહે ભક્તિનો સંગાથ રાખતા,મળેલદેહના જીવને સરળતા મળી જાય.
ભારતદેશમાં પરમાત્માએ અનેકદેહ લીધા,દુનીયામાં દેશને વંદન કરાય
અજબશક્તિશાળી એ દેહ હતા,જે જીવના દેહને પવિત્રરાહ દઈ જાય
માનવદેહને એ પવિત્ર પ્રેરણા કરે,એ અનેક રાહે સરળતા આપી જાય
ભક્તિમાર્ગ એ જીવને પ્રેરણા આપે,જે દેહની માનવતા મહેંકાવી જાય
....પવિત્ર્રરાહે ભક્તિનો સંગાથ રાખતા,મળેલદેહના જીવને સરળતા મળી જાય.
મારુતારુ એ દેહનો સંબંધ જીવનમાં,જે સમય સંગે સમજણ આપી જાય
કુદરતની પાવનકેડીને પારખીને જીવન જીવતા,નાઆફત કોઇ અડી જાય  
સરળ જીવનનો સાથ મળે દેહને,જ્યાં પરમાત્માની પાવનકૃપા મળી જાય
માતા સરસ્વતીની કૃપા મળે દેહને,જે દેહના મગજને સત્કર્મેજ દોરી જાય
....પવિત્ર્રરાહે ભક્તિનો સંગાથ રાખતા,મળેલદેહના જીવને સરળતા મળી જાય.
*************************************************************

 

December 15th 2020

પવિત્ર કૃપા

અધિક માસઃ ભગવાન વિષ્ણુની ભક્તિ કરવાનો શ્રેષ્ઠ મહિનો | chitralekha 
.           .પવિત્ર કૃપા   
તાઃ૧૫/૧૨/૨૦૨૦           પ્રદીપ બ્રહ્મભટ્ટ   
પરમાત્માની પવિત્રકૃપા મળે દેહને,જ્યાં શ્રધ્ધાથી ભક્તિ કરાય
જીવને દેહ મળે જે કર્મનોસંબંધ છે,એ ગતજન્મે થયેલ કહેવાય
....એ પાવનકૃપા પરમાત્માની અવનીપર,જે જીવને જન્મમરણથી સમજાય.
લક્ષ્મીમાતાનો પ્રેમમળે કૃપાએ,જ્યાં માતાને ભક્તિથી વંદન થાય
માતાનીકૃપાળુ કેડીથી,શ્રી વિષ્ણુ ભગવાનના આશિર્વાદ મેળવાય
જગતમાં લક્ષ્મીમાતાને ધનલક્ષ્મી પણ કહેવાય,જે કૃપા આપીજાય
જે મળેલદેહને ધન આપી,જીવનમાં સુખસાગરની વર્ષા કરી જાય
....એ પાવનકૃપા પરમાત્માની અવનીપર,જે જીવને જન્મમરણથી સમજાય.
શ્રી વિષ્ણુભગવાન એ લક્ષ્મીમાતાના પતિ,વંદનકરતા કૃપા કરીજાય
અજબશક્તિશાળી એપરમાત્માનાદેહ છે,જે દેહના દર્શનથીસમજાય
જીવને કૃપાએ પવિત્રકર્મની રાહ આપે,એ જીવનમાં સત્કર્મ કહેવાય
માનવદેહને થયેલ કર્મ સ્પર્શે,શ્રધ્ધાથીવંદન કરતા દેહપર કૃપા થાય 
....એ પાવનકૃપા પરમાત્માની અવનીપર,જે જીવને જન્મમરણથી સમજાય.
*********************************************************
December 15th 2020

શાંંતિનો સંગાથ

####1 સેકન્ડમાં લાઈક કરો ભગવાનની સીધી કૃપા થશે - Dharmik Duniya - ધાર્મિક દુનિયા | Facebook####

.            શાંતિનો સંગાથ      
તાઃ૧૫/૧૨/૨૦૨૦             પ્રદીપ બ્રહ્મભટ્ટ  

થયેલકર્મનો સંબંધ મળેલ માનવદેહને,જે જીવને જન્મમરણે સમજાય
કુદરતની આકૃપા જગતપર,મળેલ અનેકદેહથી જીવને અનુભવ થાય
...પરમાત્માનો પ્રેમ પ્રસરે અવનીપર,જે મળેલદેહને શાંંતિનો સંગાથ આપી જાય.
સત્કર્મનો સંગાથ મળે જીવનમાં,જ્યાં શ્રધ્ધા ભાવનાથી ભક્તિ કરાય
નામોહમાયા કે નાઅપેક્ષા અડે દેહને,સરળજીવનનો સાથ મળી જાય
મળે અનેકરાહ માનવીને જીવનમાં,ના પ્રાણી કેપશુને કાંઇજ સમજાય
જીવને સંબંધ દેહથી છે,જે સગાસંબંધીઓનો સાથ મળતા અનુભવાય
...પરમાત્માનો પ્રેમ પ્રસરે અવનીપર,જે મળેલદેહને શાંંતિનો સંગાથ આપી જાય.
પરમકૃપાએ દેહ લીધા ભારતમાં,જે પરમાત્માના નામથીજ આવી જાય
અવનીપરના દેહને કર્મથી જીવનમાં સાથ મળે,જે દેહથીજ સ્પર્શી જાય
નિર્મળભાવનાથી જીવનજીવતા પ્રેમમળે,જે શાંંતિનો સંગાથ આપી જાય
એજ અદભુતલીલા અવીનાશીની,જે દુનીયાપર જીવને દેહમળે સમજાય 
...પરમાત્માનો પ્રેમ પ્રસરે અવનીપર,જે મળેલદેહને શાંંતિનો સંગાથ આપી જાય.
****************************************************************

	
December 15th 2020

ગજાનંદ ગણપતિ

*****.GUJRATI BHAJAN: ગણપતિ આયો બાપા રિદ્ધિ - સિદ્ધિ લાયો*****

          .ગજાનંદ ગણપતિ     
  
તાઃ૧૫/૧૨/૨૦૨૦            પ્રદીપ બ્રહ્મભટ્ટ 
 
પવિત્રદેહ લીધો સંતાન થઈ,જે માતા પાર્વતી પિતા ભોલેનાથથી મેળવાય
જે માતાપિતાના આશિર્વાદથી,જગતમાં પરમાત્મા કૃપાએ ગજાનંદ કહેવાય
.....જે ભાગ્યવિધાતાથી ઓળખાય,જેમની કૃપાએ માનવદેહને શાંતિ મળી જાય.
મળેલ માનવદેહને પવિત્રરાહ મળે,જયાં જીવનમાં શ્રધ્ધાએજ ભક્તિ કરાય
માતા પાર્વતીની કૃપા મળતા શ્રીગણેશને,મળેલજન્મથી પાવનકૃપા દઈજાય
અનંતકૃપા મળી માબાપની,જે પરમાત્માની પાવનરાહે આંગળી ચીંધી જાય
ૐ શ્રી ગણેશાય નમઃથી સ્મરણ કરતા,ભક્તના જીવનમાં સુખ મળી જાય
.....જે ભાગ્યવિધાતાથી ઓળખાય,જેમની કૃપાએ માનવદેહને શાંતિ મળી જાય.
ત્રિશુળધારી ભોલેનાથ શંકર ભગવાન,ભારતમાં પવિત્રનદી ગંગા વહાવી જાય
પિતા હિંમાલય પુત્રી પાર્વતીને,સમયે શ્રીભોલેનાથની જીવનસંગીની કરી જાય
પવિત્રસંતાનથી દેહ મળ્યા,જે શ્રીગણેશ અને શ્રીકાર્તિકથી જગતમાં ઓળખાય
માનવદેહને ગજાનંદ શ્રીગણેશની,જીવનમાં પ્રસંગે પુંજાકરતા અનુભવ પણથાય 
.....જે ભાગ્યવિધાતાથી ઓળખાય,જેમની કૃપાએ માનવદેહને શાંતિ મળી જાય.
==============================================================

 

December 14th 2020

ભોલે ભંડારી

  ######100 Best Images, Videos - 2020 - જય ભોલે.....🙏 - WhatsApp Group, Facebook Group, Telegram Group######
.              .ભોલે ભંડારી                       
તાઃ૧૪/૧૨/૨૦૨૦               પ્રદીપ બ્રહ્મભટ્ટ 

શક્તિશાળી પરમાત્મા ભોલેનાથ કહેવાય,જે ૐનમઃશિવાયથી પુંજાય
ઉમા પતિ મહાદેવથી ઓળખાય,સંગે પાર્વતીમાતાનાય પતિ કહેવાય
....અનેક નામથી પ્રેમ મળે ભક્તોને ભક્તિએ,જે ભોલે ભંડારીથીય ઓળખાય.
ભારતની ધરતીપર હિમાલયના પુત્રી,પાર્વતીનાએ જીવનસંગીની થાય
પરમાત્માથી પવિત્ર શક્તિમળી,જે પવિત્રગંગાને ભારતમાં વહાવીજાય
ડમરૂ વગાડી પાવનરાહ સંગે પ્રત્યક્ષ થાય,જે ભક્તિરાહ આપી જાય
એવા મારા વ્હાલા ભોલે ભંડારીને,પ્રેમથી સોમવારે પુંજાએ વંદનથાય
....અનેક નામથી પ્રેમ મળે ભક્તોને ભક્તિએ,જે ભોલે ભંડારીથીય ઓળખાય.
પવિત્રપ્રેમ લઈ સંસારમાં રહેતા,પાર્વતીમાતાને સુખશાંંતિ મળી જાય
પાવનજીવનની રાહેજીવતા,સંતાન શ્રીગણેશ અને કાર્તિક જન્મી જાય
સંતાન ગણેશજી ભાગ્યવિધાતા થતા,જીવોને પવિત્રરાહથી પ્રેરી જાય
અવનીપર પરમાત્માનો દેહ લઈ,ભારતની ભુમીનેએ પવિત્ર કરી જાય  
....અનેક નામથી પ્રેમ મળે ભક્તોને ભક્તિએ,જે ભોલે ભંડારીથીય ઓળખાય.
#############################################################

 

December 13th 2020

માતા દુર્ગા

##નવરાત્રી: માતાજીના નવ સ્વરૂપો, નવ ચક્રો, નવ ગ્રહો અને નવ વિકારોનું વિજ્ઞાન | Ravi-Purti-Columnists-29-September-2019-Bhaven-Kachhi-Horizon | Gujarati News - News in Gujarati - Gujarati ...##
.            માતા દુર્ગા     
તાઃ૧૩/૧૨/૨૦૨૦          પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પરમકૃપાળુ માતા છે ભારતદેશમાં,જે જગતમાં માતા દુર્ગાથી ઓળખાય
પવિત્રપ્રેમ મળે માતાનો જીવનમાં,એ માનવદેહને પાવનકર્મ કાઅવી જાય
....એ અજબશક્તિ માતાની ભક્તોપર,શ્રધ્ધાથી પુંજન કરતા નવદુર્ગાથીય ઓળખાય.
પાવનરાહે જીવન જીવતા દેહને ભક્તિથી,શક્તિશાળી માતાની કૃપા થાય
નાકોઇની તાકાત છે અવનીપર,કે નાકોઇ કળીયુગની કાતરથી બચી જાય
સમય સમજીને ચાલવા જીવનમાં,પવિત્ર દુર્ગામાતાની પરમકૃપા મળી જાય
ૐ હ્રીંમ દુર્ગે દુર્ગે રક્ષ્મી સ્વાહાના સ્મરણથી,દેહને પાવનરાહ આપી જાય
....એ અજબશક્તિ માતાની ભક્તોપર,શ્રધ્ધાથી પુંજન કરતા નવદુર્ગાથીય ઓળખાય.
સુખશાંંતિનો સાથમળે જીવનમાં,એ મળેલદેહ પર માતાની પાવનકૃપા થાય
ભક્તિ માર્ગની પવિત્રરાહને પકડી ચાલતા,જીવને નિર્મળ પ્રેમથી અનુભવાય
હિંદુધર્મના નવરાત્રીના તહેવારમાં,ગરબેઘુમતાભક્તોપર નવદુર્ગાની કૃપા થાય
પાવનકૃપા અજબશક્તિશાળી માતાની મળે,જીવનમાં અનંતશાંંતિ મળીજાય
....એ અજબશક્તિ માતાની ભક્તોપર,શ્રધ્ધાથી પુંજન કરતા નવદુર્ગાથીય ઓળખાય.
*****************************************************************

	
December 12th 2020

અંજની પુત્ર

###રોજ કરો હનુમાનજી ના આ 12 નામોનો જાપ, આખું જીવન નહીં આવે કોઈ મુશ્કેલીઓ….. | હું ગુજરાતી###

.                         અંજની પુત્ર

તાઃ૧૨/૧૨/૨૦૨૦          પ્રદીપ બ્રહ્મભટ્ટ    

શ્રીરામના વ્હાલા ભક્ત હનુમાન,સંગે મહાવીર બજરંગબલી કહેવાય
પાવનકર્મની પવિત્રરાહે જીવતા,એ રામભક્ત મહાવીરથીય ઓળખાય
....અવનીપર આગમન માતા અંજનીથી થયુ,જયાં પવનદેવનો પ્રેમ મળી જાય.
કુદરતનીલીલા ભારતદેશ પર ન્યારી,જે પરમાત્માના અનેકદેહથી દેખાય
પવિત્ર હિંદુ ધર્મમાં ભગવાને જન્મ લઈ,માનવદેહથી એપવિત્ર કરી જાય
સમયને સમજી ચાલતા ધરતીપર,મળેલદેહને પવિત્રરાહ પણ મળી જાય
એજ કૃપા પ્રભુની મળે મળેલદેહને,જ્યાં શ્રધ્ધાભાવથીજઅ ભક્તિ કરાય
....અવનીપર આગમન માતા અંજનીથી થયુ,જયાં પવનદેવનો પ્રેમ મળી જાય.
રાજારાવણ રામની પત્ની સીતાજીનુ અપહરણ કરી શ્રીલંકામાં લાવીજાય
સમયને સમજી ચાલતા જીવનમાં,હનુમાનજી શ્રીરામને લંકામાં લઈ જાય
હનુમાનજી એમહાવીર થયા,માતા અંજનીનીકૃપા ને પિતા પવનનો પ્રેમ 
અજબશક્તિશાળી કૃપા મળી,જે પિતા પવનદેવનોજ અનંતપ્રેમ કહેવાય
....અવનીપર આગમન માતા અંજનીથી થયુ,જયાં પવનદેવનો પ્રેમ મળી જાય.
મળેલદેહને જગતપર કર્મનો સંબંધ મળે,જે જીવને સમજણથી પ્રેરી જાય
હનુમાનજીનુ અદભુત પાવનકર્મ થયુ,શ્રીરામ અને સીતાજીને મદદ કરાય
શ્રીલંકાના રાજાને અભિમાનનો સાથ થયો,એ તેમને ખોટારસ્તે લઈ ગયો
પાવનકર્મના સંગે જીવન જીવતા હનુમાનજીને,પરમાત્માનો પ્રેમ મળી જાય
....અવનીપર આગમન માતા અંજનીથી થયુ,જયાં પવનદેવનો પ્રેમ મળી જાય.
#############################################################
December 11th 2020

સરસ્વતી માતાજી

..          સરસ્વતી માતાજી 
તાઃ૧૧/૧૨/૨૦૨૦              પ્રદીપ બ્રહ્મભટ્ટ
પાવનકૃપા મળે મળેલ દેહને જીવનમાં,જે નિર્મળભાવનાએ કર્મ કરાવી જાય
માનવદેહને કર્મનોસંબંધ અડે સમયથી,આ કુદરતનીલીલા સ્પર્શથીજ સમજાય
....જીવને મળેલદેહને સમજણનો સંગાથ મળે,જે માતા સરસ્વતીની નિર્મળકૃપા કહેવાય.
મળેલદેહને સમયનો સંગાથ રહે,જે અવનીપર મળેલદેહની ઉંમરએ કહેવાય
કુદરતની કૃપાએ પાવનરાહ મળે ભણતરથી,એ માબાપનોપ્રેમ અપાવી જાય
કલમની કેડી મળે દેહને જ્યાં શ્રધ્ધા ભાવથી,કલમપ્રેમી માતાને વંદન કરાય
પરમકૃપાળુ અને દયાળુછે માતા,જેમની કૃપાએ મારાથી કલમ પકડાઇ જાય
....જીવને મળેલદેહને સમજણનો સંગાથમળે,જે માતા સરસ્વતીની નીર્મળકૃપા કહેવાય.
અવનીપર કલમની કૃપા માતા સરસ્વતીની,એ કલમપ્રેમીઓના પ્રેમથી દેખાય
કલમની પવિત્રરાહ છે હ્યુસ્ટનના કલમપ્રેમીઓની,જે માતાનોપ્રેમ બતાવી જાય
અનંતપ્રેમ બતાવે કલમથી એ કલમનીરાહને જોતા,સમજણથી શાંંતિ મેળવાય
માતા સરસ્વતીની પાવનકૃપા,હ્યુસ્ટનના કલમપ્રેમીઓ પર જે કલમથી સમજાય
....જીવને મળેલદેહને સમજણનો સંગાથમળે,જે માતા સરસ્વતીની નિર્મળકૃપા કહેવાય.
*********************************************************************
« Previous PageNext Page »