August 12th 2021
. .પવિત્રમાસમાં કૃપા
તાઃ૧૨/૮/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રકૃપા મળે ભોલેનાથની મળેલદેહને,જ્યાં શ્રાવણ માસમાં પુંજન કરાય
શ્રધ્ધા રાખીને હિંદુધર્મના આ પવિત્રમાસમાં,મહામૃત્યુંજયમંત્રથી પુંજા થાય
...અદભુત પવિત્રમંત્ર શંકરભગવાનનો,સંગે માતાપાર્વતીની ભક્તોપર કૃપાથઈ જાય.
શ્રાવણ માસમાં આ મંત્ર ૐ ત્રયમ્બકં યજામહે। સુગન્ધિમ્ પુષ્ટિવર્ધનમ ।
ઉર્વારૂકમિવ બન્ધનામ । મૃત્યોર્મુક્ષીયમામૃતાત।જે દુધઅર્ચનાકરીને બોલાય
પવિત્ર પુજ્ય શંકર ભગવાન હિંદુધર્મમાં,અજબશક્તિશાળી દેવ પણ કહેવાય
પવિત્રમાસમાં શ્રધ્ધા રાખીને ધુપદીપકરી,ઘરમાં પુંજાકરી શ્રધ્ધાથી વંદન થાય
...અદભુત પવિત્રમંત્ર શંકરભગવાનનો,સંગે માતાપાર્વતીની ભક્તોપર કૃપાથઈ જાય.
ભારતની ધરતીપર પવિત્ર ગંગાને વહાવી,જે જટાપરથી આગમન કરાવી જાય
પવિત્ર શંકર ભગવાન પરમકૃપાળુ ભક્તોપર,જ્યાં ૐનમઃશિવાયથી પુંજનથાય
પરમકૃપાળુ માતા પાર્વતી છે ભક્તોપર,જેમને ભક્તોથી ધુપદીપ કરીને પુંજાય
માનવદેહને જીવનમાં સંબંધકર્મનો,ભોલેનાથની પુંજાથી જીવને મુક્તિમળી જાય
...અદભુત પવિત્રમંત્ર શંકરભગવાનનો,સંગે માતાપાર્વતીની ભક્તોપર કૃપાથઈ જાય.
=================================================================
ૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐ
No comments yet.