August 22nd 2021
*
*
. .પવિત્ર આશિર્વાદ
તાઃ૨૨/૮/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રમાસમાં શ્રધ્ધારાખીને ધુપદીપથી,માતા દુર્ગાની પુંજા કરાય
કૃપામળે માતાની જીવનમાં,જે ઘરમાં માતાને વંદનકરીને પુંજાય
....એ પવિત્ર શક્તિશાળી માતા છે,જેમને પવિત્ર શ્રધ્ધાએ વંદન કરાય.
પવિત્રકૃપામળે મળેલ માનવદેહને,જે જીવનમાં સત્કર્મ કરાવી જાય
અનંતકૃપાળુ માતા છે હિંદુધર્મમાં,એ મળેલદેહને પવિત્ર કરી જાય
મળેલદેહને કર્મનો સંબંધછે જીવનમાં,માતાની કૃપાનો અનુભવથાય
પુંજાપછી વંદનકરી'ૐ હ્રીમ દુર્ગે દુર્ગે રક્ષ્મી સ્વાહા'મંત્ર બોલાય
....એ પવિત્ર શક્તિશાળી માતા છે,જેમને પવિત્ર શ્રધ્ધાએ વંદન કરાય.
પરમકૃપાળુ દુર્ગામાતા છે હિંદુધર્મમાં,જે ભારતદેશને પવિત્રકરી જાય
જીવને માનવદેહમળે અવનીપર,એ પરમાત્માની પવિત્ર કૃપાકહેવાય
માનવદેહથી શ્રધ્ધારાખીને ઘરમાંજ,માતાને ધુપદીપકરીને પુંજા થાય
દુર્ગામાતાની કૃપામળી જીવનમાં,જે માતાના આશિર્વાદથીજમેળવાય
....એ પવિત્ર શક્તિશાળી માતા છે,જેમને પવિત્ર શ્રધ્ધાએ વંદન કરાય.
#######################################################
No comments yet.