September 20th 2021

આરાશુરથી આવો

**ગુજરાતનું પવિત્ર યાત્રાધામ 'શક્તિતીર્થ અંબાજી'-- પરેશ અંતાણી | magazine dharmlok Gujarat's holy pilgrimage Shaktiirtha Ambaji 05102017 | Gujarati News - News in Gujarati - Gujarati Newspaper ...**        
          .આરાસુરથી  આવો  

તાઃ૨૦/૯/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ 
   
નવરાત્રીના પવિત્ર દીવસે તાળી પાડીને,માતાને વંદન કરી ગરબે ઘુમી જાય
પવિત્રકૃપા અંબામાતાની મળે ભક્તોને,જ્યાં સમયની સાથે માતાને વંદનથાય
.....પવિત્ર ભાવનાથી ગરબે ઘુમતા,ભક્તો તાલી પાડીને ગરબે ઘુમતા રાજી થાય.
નવરાત્રીના નવદીવસ માતા દુર્ગાની પાવનકૃપા,જે નવસ્વરૂપથી પધારી જાય
શ્રધ્ધારાખીને ગરબે ઘુમતા ભક્તોને,મળેલદેહપર પવિત્રકૃપા માતાની થઈ જાય
તાલીપાડીને આરાસુરના અંબામાતાને વંદનકરતા,ભક્તોને પવિત્રપ્રેમ મળીજાય
હ્યુસ્ટનમાં તાલીપાડી ગરબે ઘુમતા ભક્તોને,માતાના આશિર્વાદનો અનુભવથાય
.....પવિત્ર ભાવનાથી ગરબે ઘુમતા,ભક્તો તાલી પાડીને ગરબે ઘુમતા રાજી થાય.
હિંદુધર્મના નવરાત્રીના નવદીવસ,માતાનો પ્રેમ મૅળવવા દાંડીયારાસ રમી જાય
મળે પવિત્રકૃપા માતાની શ્રધ્ધાળુ ભક્તોન્ર,જે સમયનીસાથે માતાના દર્શનથાય
શ્રધ્ધા રાખીને તાલી પાડીને ગરબે ઘુમતા,માતાના નવસ્વરૂપનીકૃપાપણ થાય
પવિત્ર હિંદુધર્મ જગતમાં પ્રસર્યો છે,જે ગુજરાતીઓની શાન જગતમાંજ કહેવાય
.....પવિત્ર ભાવનાથી ગરબે ઘુમતા,ભક્તો તાલી પાડીને ગરબે ઘુમતા રાજી થાય.
=================================================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment