February 27th 2022

ભજનથી ભક્તિ

 gujarati bhajan lyric | Dharmik Topic | Page 3
.           ભજનથી ભક્તિ

તાઃ૨૬/૨/૨૦૨૨            પ્રદીપ બ્રહ્મભટ્ટ 
               
પવિત્રપ્રેરણા મળે પરમાત્માની,મળેલ માનવદેહને સમયે સમજાઇજાય
પાવનકૃપાથી રાહમળે ભક્તોને,જે પવિત્ર ભજનથી ભક્તિકરાવી જાય
.....એ પવિત્રકૃપા ભગવાનની,જે ભારતદેશમાં દેહથી જન્મલઈ પધારી જાય.
જીવનેજન્મમળે અનેકદેહથી અવનીપર,માનવદેહ એપ્રભુનીકૃપાકહેવાય
કર્મનો સંબંધ મળેલદેહના જીવનેજ થાય,જે જન્મમરણથી મળતોજાય
હિંદુધર્મની પવિત્ર જ્યોત પ્રગટી જગતમાં,એ પ્રભુના જન્મથી સમજાય
અનેક પવિત્રદેહથી પરમાત્માએ કૃપાકરી,જે માનવદેહપર કૃપાકરીજાય
.....એ પવિત્રકૃપા ભગવાનની,જે ભારતદેશમાં દેહથી જન્મલઈ પધારી જાય.
માનવદેહને સમયનો સંબંધ જીવનમાં,જે પ્રભુની કૃપાએ સમજાઈ જાય
શ્રધ્ધારાખીને પ્રભુને વંદનકરવા,પ્રથમ ભજન કરીને પ્રભુનીભક્તિ કરાય
મળે આશિર્વાદ પરમાત્માના મળેલદેહને,જે જીવનમાં પવિત્રરાહે જીવાય
લાગણી માગણીને દુર રાખીને જીવતા,પ્રભુકૃપાએ અંતે મુક્તિ મળીજાય 
.....એ પવિત્રકૃપા ભગવાનની,જે ભારતદેશમાં દેહથી જન્મલઈ પધારી જાય.
============================================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment