March 8th 2022

કૃપા મળી મહાદેવની

 મહાદેવ ની આરતી MAHADEV NI AARTI - YouTube
.          કૃપા મળી મહાદેવની

તાઃ૮/૩/૨૦૨૨               પ્રદીપ બ્રહ્મભટ્ટ   
 
હિંદુધર્મમાં પવિત્રદેવોના દેવ મહાદેવ,જે શંકર ભગવાનથી પુંજાય
ભાગ્યવિધાતા અને વિઘ્નહર્તા શ્રીગણેશના,એ પિતાજીય કહેવાય
....ભારતમાં જન્મલઈ ધરતીને પવિત્રકરી,જેમને ૐનમઃશિવાયથી પુંજાય.
પવિત્રશક્તિશાળી ભગવાન છે,હિંદુંધર્મમાં શ્રધ્ધાથી ભક્તિ કરાય
સવારે શિવલીંગપર ૐ નમઃશિવાય,મંત્રબોલી દુધ અર્ચના કરાય
મળેલ જીવના દેહપર પવિત્રકૃપા થતા,જીવનમાં સુખ મળી જાય
જીવનમાં નાકોઇઆશાઅપેક્ષા રહે,જ્યાં વિઘ્નહર્તાનીકૃપા થઇજાય
....ભારતમાં જન્મલઈ ધરતીને પવિત્રકરી,જેમને ૐનમઃશિવાયથી પુંજાય.
હરહર ભોલેમહાદેવ બોલી,સંગે માતાપાર્વતીનીપુંજાકરીને વંદનકરાય
પવિત્રપુત્ર શ્રીગણેશ સંગે પત્નિરિધ્ધીસિધ્ધીના આશિર્વાદ મળીજાય 
મળેલ માનવજીવનમાં ઘરમાંજ,ધુપદીપકરી વંદન કરીને પુંજા કરાય
પરમાત્માના પવિત્રઆશિર્વાદથી,જીવને જન્મમરણથી મુક્તિમળીજાય
....ભારતમાં જન્મલઈ ધરતીને પવિત્રકરી,જેમને ૐનમઃશિવાયથી પુંજાય.
----------------------------------------------------------------
ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ.
-----------------------------------------------------------------